Delhi Coronavirus Night Curfew Guidelines:દિલ્લી સરકારે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ઇમરજન્સી સેવા અને ઇમરજન્સી સામાનને છોડીને બધી જ મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન ઇમરજન્સી સેવાને છૂટ આપવામાં આવી છે. જાણો નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને છૂટ મળશે.


દેશની સાથે સાથે રાજધાની દિલ્લીમાં પણ એકવાર ફરી કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. કેજરીવાલ સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય કર્યો છે.દિલ્લીમાં આજથી 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવશે. નાઇટ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે.કોરોનાની સ્થિતિ વણસતા મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.


દિલ્લીમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને મળશે છૂટ?



  • નાઇટ કફ્યૂ દરમિયાન ટ્રાફિક મૂવમેન્ટ પર કોઇ પ્રકારનો પ્રતિબંધ નહી લાગે.

  • વેક્સિન લગાવવા માંગે છે, તેમને છૂટ મળશે પરંતુ ઇ-પાસ લેવો જરૂરી બનશે.

  • કિરાણા સ્ટોર, ફળ, શાકભાજી, દૂઘ, દવાની દુકાન ધરાવતા લોકોએ ઇ-પાસ લેવો જરૂરી બનશે.

  • પ્રિન્ટ અને ઇલેક્ટ્રીક મીડિયા સાથે જોડાયેલા લોકો માટે પણ ઇ પાસ લેવો જરૂરી બનશે.

  • આઇડી કાર્ડ પર હેલ્થ વર્કરને બહાર જવાની છૂટ મળશે.

  • બસ, ટ્રેન, રેલવેમાં પ્રવાસ કરનાર લોકો ટિકિટ બતાવીને સ્ટેશન, એરપોર્ટ પહોંચી શકશે

  • પ્રેગ્નન્ટ મહિલાઓને સારવાર માટે હોસ્પિટ સુઘી પહોંચવાની છૂટ મળશે.

  • પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ, દિલ્લી મેટ્રો, ઓટો, ટેક્સી વગેરેને નિશ્ચિત સમય દરમિયાન તેમને સર્વિસ આપવાની પરવાનગી હશે.

  • જરૂરી સેવા સાથે જોડાયેલા દરેક વિભાગોને છૂટ મળશે.


કોરોનાના વધતા મામલાને લઈ કેજરીવાલ સરકારે (Arvind Kejriwal) આ મોટો ફેંસલો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં કરોનોનાના એક્ટિવ કેસની સંખ્યા 14,589 છે. જ્યારે 6,54,277 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દિલ્હીમાં કોરોનાથી 11,096 લોકોના મોત થયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 446 લોકોના મોત થયા છે. જોકે 50,143 લોકો ઠીક પણ થયા છે.  


કુલ કેસ-  એક કરોડ 26 લાખ 86 હજાર 049


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 32 હજાર 279


કુલ એક્ટિવ કેસ - 8 લાખ 88 હજાર 23


કુલ મોત - એક લાખ 65 હજાર 547