દિલ્લી:કોરોનાએ સમગ્ર દેશમાં ભરડો લીધો છે. દેશમાં 24 કલાકમાં નવા કેસ 2 લાખને પાર આવી રહ્યાં છે. આ સ્થિતિમાં રાજધાની દિલ્લીની સ્થિતિ પણ ચિંતાજનક છે દિલ્લીમાં શું છે કોરોનાની સ્થિતિ જાણીએ..


રાજધાની દિલ્લીમાં સરેરાશ રોજ સંક્રમિતોના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યાં છે. શનિવારે નોંધાયા નવા કેસના આંકડા ચિંતા વધારનાના છે. છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં 24,375 નવા કેસ સામે આવ્યાં છે. તો છેલ્લા 24 કલાકમાં 167 સંક્રમિતો મોતને ભેટ્યાં છે. રાજધાની દિલ્લીમાં દર કલાકે 1,000 લોકો સંક્રમિત થઇ રહ્યાં છે.


દિલ્લીમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધતાં કેજરીવાલ સરકારે કેન્દ્નને મદદ માટે અપીલ કરી છે. કેજરીવાલ સરકારે હોસ્પિટલમાં હાલ ઓક્સિજન બેડ વધારવાની કવાયત હાથ ધરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે લોકોને બિન જરૂરી બહાર ન જવા અને કોવિડના નિયમોનું ચુસ્તાથી પાલન કરવા માટે અનરોધ કર્યો છે.


કુંભમાં ગયેલા લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. તો કેજરીવાલ સરકારે કુંભમાંથી આવેલા લોકો માટે 14 દિવસનું ફરજિયાત ક્વોરોન્ટાઇન આપ્યું છે. બીજી તરફ  કેજરીવાલ સરકારે હરિદ્વાર કુંભથી દિલ્હી પરત આવનારાઓ માટે 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત કરી દીધું છે.


 દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ પ્રમાણે જો તમે 4 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં કુંભ ગયા હોવ કે પછી 18 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કુંભ જઈ રહ્યા છો તો તમારી સંપૂર્ણ જાણકારી, નામ, દિલ્હીનું એડ્રેસ, ફોન નંબર, આઈડી પ્રુફ, દિલ્હીથી જવાની તારીખ અને પરત આવવાની તારીખ વગેરે આદેશ જાહેર થયાના 24 કલાકની અંદર દિલ્હી સરકારની સાઈટ પર અપલોડ કરવાનું રહેશે. 


દિલ્લીમાં સંક્રમિતોની સાથે મૃત્યુઆંક પણ સતત ઉંચે જઇ રહ્યો છે. અહીં દર 100 વ્યક્તિએ 25 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. રાજધાની દિલ્લીમાં 100 કોરોના ટ્સ્ટિંગમં સરેરાશ 25 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. રાજધાની દિલ્લીમાં કોરોના બેકાબૂ થતાં મુખ્યમંત્રી કેજરીવાલે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.દર્દીઓને પુરતી સારવાર સમયસર મળી રહે માટે ઓક્સિજન બેડ વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.