નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ હજુ પણ વિકટ છે. રાજધાની દિલ્હીમાં કોરોનાનો કેર વધતો જ જાય છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસે કેર વર્તાવતા રેકોર્ડ કેસ નોંધાવ્યા છે, એક દિવસમાં 6725 નવા કેસો સાથે દિલ્હીમાં ફરી એકવાર ભયનો માહોલ ઉભો થઇ ગયો છે.

30 ઓક્ટોબરે આવ્યા હતા સૌથી વધુ કેસ
તહેવારોની સિઝનમાં રાજધાની દિલ્હીમાં કોરોનાનો કેર અટકવાનુ નામ નથી લઇ રહ્યો. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 4 લાખથી વધુ કેસો નોંધાઇ ચૂક્યા છે. ખાસ વાત છે કે આ પહેલા 30 ઓક્ટોબરે સૌથી વધુ 5,891 નવા કેસો સામે આવ્યા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસો હતા. પરંતુ 3 નવેમ્બરે તે રેકોર્ડ પણ તુટી ગયો છે.

નોંધનીય છે કે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર કરી ચૂકી છે, આંકડો 4,03,096 પર પહોંચી ગયો છે, વળી મૃતકોની સંખ્યા વધીને 6652 થઇ ગઇ છે.

દેશમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસો
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા, તે પ્રમાણે દેશમાં હજુ પણ એક્ટિવ કેસ 5,41,405 છે. વળી છેલ્લા 24 કલાકમાં 38,310 નવા કેસોથી કુલ સંક્રમિતોની સંખ્યા 82,67,623 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 490 લોકોના મોત થઇ ચૂક્યા છે. અત્યાર સુધી કુલ 1,23,097 લોકોના કારણે મોત થઇ ચૂક્યા છે.