દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ચરમસીમાએ છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સત્તામાં પાછા ફરવા માટે મોટી જાહેરાતો કરી રહ્યા છે. આ સંદર્ભમાં AAP કન્વીનરે ગુરુવારે એક વીડિયો સંદેશ દ્વારા આગામી 5 વર્ષમાં યુવાનો માટે રોજગાર સર્જન કરવાનું વચન આપ્યું હતું.






AAP કન્વીનરે કહ્યું હતું કે, "છેલ્લા 10 વર્ષમાં અમે લોકોની સમસ્યાઓના ઉકેલ માટે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણીના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે, પરંતુ બાળકો શિક્ષણ મેળવ્યા પછી ઘરે બેઠા છે. આ બાબત ચિંતાજનક છે." હવે અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની સાથે અમે આગામી પાંચ વર્ષ સુધી રોજગાર પર પણ કામ કરીશું." તેમણે કહ્યું હતું કે, "દિલ્હીમાં 65 વર્ષમાં જેટલું કામ થયું હતું, તેટલું અમે 9-10 વર્ષમાં કર્યું છે. હવે આવનારા 5 વર્ષમાં અમારું સંપૂર્ણ ધ્યાન યુવાઓને રોજગાર આપવા પર રહેશે."


અમે બેરોજગારીના મુદ્દાને ઉકેલવા માટે એક યોજના બનાવી રહ્યા છીએ - કેજરીવાલ


તેમણે કહ્યું હતું કે "મારી ટોચની પ્રાથમિકતા આપણા યુવાનોને રોજગાર પૂરો પાડવાની રહેશે. અમારી ટીમ બેરોજગારીના મુદ્દાને ઉકેલવા માટે એક વિગતવાર યોજના બનાવી રહી છે." પોતાની સરકારના ટ્રેક રેકોર્ડ પર બોલતા કેજરીવાલે દાવો કર્યો કે પંજાબમાં AAP સરકારે બે વર્ષથી ઓછા સમયમાં 48,000 સરકારી નોકરીઓ આપી છે અને યુવાનો માટે ત્રણ લાખથી વધુ ખાનગી ક્ષેત્રની નોકરીઓ પૂરી પાડી છે. તેમણે કહ્યું, "અમે રોજગાર કેવી રીતે ઉભો કરવો તે જાણીએ છીએ અને અમારા ઇરાદા સારા છે. લોકોના સમર્થનથી અમે આગામી પાંચ વર્ષમાં દિલ્હીમાંથી બેરોજગારી દૂર કરીશું." આગામી 5 વર્ષમાં અમારી સૌથી મોટી પ્રાથમિકતા યુવાનો માટે રોજગાર અને નોકરીઓનું સર્જન કરવાની રહેશે.


દિલ્હીમાં મતદાન ક્યારે થશે?


દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો માટે એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. આ દિવસે ચૂંટણી પરિણામો પણ જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં સતત ત્રીજી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને ભાજપ તરફથી જોરદાર ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે.


દિલ્હી ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય અને 2 કોર્પોરેટર BJPમાં સામેલ