દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે અને 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં વાપસી કરી છે. સાથે જ આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય કોંગ્રેસ સતત ત્રીજી વખત દિલ્હીમાં ખાતું પણ ખોલાવી શકી નથી. હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું દિલ્હી ચૂંટણી પરિણામો અને કોંગ્રેસના પ્રદર્શન પર નિવેદન સામે આવ્યું છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું ?
દિલ્હી ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીએ કહ્યું - "અમે દિલ્હીના જનાદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. રાજ્યના તમામ કોંગ્રેસના કાર્યકરોને તેમના સમર્પણ માટે અને તેમના સમર્થન માટે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર. દિલ્હીની પ્રગતિ અને દિલ્હીવાસીઓના અધિકારો - પ્રદૂષણ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે - આ લડાઈ ચાલુ રહેશે."
કોણે કેટલી બેઠકો જીતી ?
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. આમ આદમી પાર્ટીએ 10 વર્ષ પછી સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. ચૂંટણીમાં ભાજપે દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટી માત્ર 22 સીટો સુધી સીમિત છે. કોંગ્રેસને સતત ત્રીજી વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી.
કોંગ્રેસના 67 ઉમેદવારોની જામાનત જપ્ત
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. દિલ્હીની 70માંથી 67 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. જો કે કોંગ્રેસે તેના વોટ શેરમાં બે ટકાથી વધુનો વધારો કર્યો છે. તેને લગભગ 6.4 ટકા વોટ મળ્યા હતા, જ્યારે 2020ની વિધાનસભા ચૂંટણીમાં તેને 4.26 ટકા વોટ મળ્યા હતા.
કોંગ્રેસના માત્ર 2 ઉમેદવારોને 30 હજારથી વધુ મત મળ્યા હતા
કોંગ્રેસ પાર્ટીના માત્ર બે ઉમેદવારો એવા હતા જેમણે 30 હજારથી વધુ મત મેળવ્યા હતા. આમાં બદલીથી ચૂંટણી લડનાર કોંગ્રેસ પાર્ટીના દેવેન્દ્ર યાદવનું નામ પ્રથમ સ્થાને છે. તેમને આ સીટ પર કુલ 41071 વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીના અજેશ યાદવને 46029 વોટ મળ્યા અને વિજેતા ભાજપના આહીર દીપક ચૌધરીને 61192 વોટ મળ્યા. એ જ રીતે કોંગ્રેસ પાર્ટીના રોહિત ચૌધરીએ નાગલોઈ જાટ વિધાનસભા નંબર-11 પરથી 32028 મત મેળવ્યા છે. અહીં AAPના રઘુવિન્દર શોકિનને 49021 વોટ મળ્યા અને વિજેતા ભાજપના મનોજ કુમાર શોકિનને 75272 વોટ મળ્યા.
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ