Delhi Rain: રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. યમુનાનું પાણી ખતરાના નિશાનને પાર કરીને રેકોર્ડ સ્તરે વહી રહ્યું છે. દિલ્હીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી જવાના આરે છે. ઘરોમાં પાણી ઘુસી ગયા છે, લોકો બેઘર બન્યા છે. આવી સ્થિતિમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે તમામ પાણી ભરાયેલા વિસ્તારોમાં સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું કે, જ્યાં પાણી ભરાયા છે ત્યાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.






ત્યાં દિલ્હીના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીમાં પહેલીવાર યમુનાનું જળસ્તર આટલું વધી ગયું છે. 1978માં જ્યારે દિલ્હીમાં પૂર આવ્યું હતું ત્યારે આ વખતે લગભગ 1.5 મીટર વધુ પાણી આવ્યું છે. જ્યારે પાણીનું સ્તર આટલું વધ્યું છે ત્યારે યમુનાનું પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. પાણીના પ્રવાહને કાબુમાં કરી શકાય તેમ નથી.અમે લોકોને સતત બહાર કાઢી રહ્યા છીએ. લોકોના જીવન બચાવવા આપણા માટે વધુ મહત્વપૂર્ણ છે. આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વજીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેશે. પૂરના કારણે પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.






NDRFની ટીમોએ યમુના નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીના ગાઝિયાબાદ અને બાદરપુર ખાદરમાંથી બચાવ કામગીરી ચાલુ રાખી છે. રાહત અને બચાવ કાર્યને કારણે એડીઆરએફની ટીમ સૌપ્રથમ મહિલાઓ અને નાના બાળકોને બોટમાં બેસાડી રહી છે, જેથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.






આ સાથે તેમના માટે જરૂરી સામાન પણ બોટની અંદર રાખવામાં આવી રહ્યો છે. હજુ પણ બદરપુર ખાદરના ઘરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને લોકો ફસાયેલા છે. તો NDRFના સબ ઈન્સ્પેક્ટરનું કહેવું છે કે 8મી બટાલિયન NDRF ગાઝિયાબાદની ટીમ બચાવ માટે અહીં પહોંચી ગઈ છે, જ્યાં સુધી તમામ લોકોને બચાવીને બહાર નિકાળવામાં નહીં આવે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે..70થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.