વેક્સિનેશન:દિલ્લી સરકારે તેમના એક નવા આદેશમાં કહ્યું કે, વેક્સિન ન લેનાર સરકારી કર્મચારીઓ તેમની ઓફિસ નહીં જઇ શકે. DDMAએ શુક્રવારે આ આદેશ જાહેર કર્યો. આદેશ અનુસાર વેક્સિન ન લીધેલા કર્મચારીને 16 ઓક્ટોબર ઓફિસમાં એન્ટ્રી નહીં મળે.


ડીએમએએ આદેશમાં કહ્યું છે કે, શિક્ષકો અને અને ફ્રન્ટ લાઇન કર્મચારી સહિત દિલ્લી સરકારે આવા બધા જ કર્ચચારીને  કોરોનાના રસી ન લેનારને 16 ઓક્ટોબર બાદ રજા પર માનવામાં આવશે ત્યાં સુધી કે તે પહેલો ડોઝ ન લે.


આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બધા જ વિભાગના પ્રમુખ આરોગ્ય સેતુ એપ અથવા રસીકરણ પ્રમાણપત્ર દ્વારા કર્મચારીનું વેક્સિનેશનનું સ્ટેટસ ચકાસશે.  દિલ્લીના મુખ્ય સચિવ વિજય દેવ દ્વારા અપાયેલા આ આદેશ મુજબ કેન્દ્ર સરકાર, દિલ્લીમાં કામ કરતા તેમના કર્મચારી માટે પણ આવો જ આદેશ આપવાનું વિચારી રહી છે.


આદેશ મુજબ કર્મચારીઓને ઓફિસ આવવા માટે ઓછામાં ઓછી એક વેક્સિનની રસી લેવી અનિવાર્ય છે. આવું ન કરના કર્મચારી માટે આદેશ નુકસાનકારક સાબિત થઇ શકે છે કારણે કે આ સ્થિતિમાં તેમને રજા પર માનવામાં આવશે અને તેમની સેલેરી પણ કટ થઇ જશે.  આદેશ અનુસાર કર્મચારીઓને ઓફિસ આવવા માટે ઓછામાં ઓછી એક વેક્સિનનો ડોઝ લેવો અનિવાર્ય છે.


દિલ્લીમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ  રિપોર્ટ અનુસાર દિલ્લીમાં અત્યાર સુધીમાં 60 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન થઇ ગયું છે. જો કે હજુ મોટી જનસંખ્યા વેક્સિનેટ નથી થઇ. કોરોનાના કેસ ઘટતા સરકારે બધા જ સાર્વજનિક સ્થાન ખોલી દીધા છે. પરંતુ તહેવારમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને કર્મચારી મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં આવતા હોય છે તેથી આ ફરજિયાત વેક્સિનેશનનો આદેશ જાહેર કરાયો છે.


ગઈકાલે દેશમાં 50 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં ગઈકાલે કોરોના વાયરસ રસીના 50 લાખ 17 હજાર 753 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીના ડોઝની સંખ્યા વધીને 93 કરોડ 17 લાખ 17 હજાર 191 થઈ ગઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 13 લાખ 85 હજાર 706 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગઈકાલ સુધી કુલ 58 કરોડ 43 હજાર 190 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.