નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના કહેર વધતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) મોટી જાહેરાત કરી છે.  દિલ્હી (Dehli)માં બે દિવસ વિકેન્ડ કર્ફ્યુ (Weekend Curfew)લાદવામાં આવ્યો છે.  કર્ફ્યૂ દરમિયાન મોલ, જિમ, સ્પા બધા બંધ રહેશે. લોકોના જરૂરી કામો માટે કર્ફ્યુ પાસ આપવામાં આવશે. મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.


મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો અને લગ્ન માટે લોકોને કર્ફ્યૂ પાસ આપવામાં આવશે.  મોલ, જિમ, સ્પા, ઓડિટોરિયમને બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે. સિનેમાં હોલ 30 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.   



કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની હોસ્પિટલોમાં બેડ પૂરતી સંખ્યામાં છે. આ સમયે આ મહામારીમાં અમારો પ્રયાસ છે કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને બેડ મળી રહે. હાલમાં 5000 બેડ હજુ ખાલી છે.  ઓક્સિજન અને બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે.


દિલ્હીમાં શું છે કોરોનાની સ્થિતિ



દિલ્હીમાં બુધવારે કોવિડના નવા 17,282 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. કોરોનાના કારણે વધુ 104 લોકો મોત થયા હતા. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 50,736 પર પહોંચી ગઈ છે. આ પહેલા મંગળવારે રાજધાની દિલ્હીમાં 13,468 કેસ નોંધાયા હતા અને 81 મૃત્યુ નોંધાયા હતા.




દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,00,739 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1038 લોકોના મોત થયા છે. જોકે 93,528 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 40 લાખ 74 હજાર 564

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 24 લાખ 29 હજાર 564

  • કુલ એક્ટિવ કેસ - 14 લાખ 71 હજાર 877

  • કુલ મોત - 1 લાખ 73 હજાર 121


 


11 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 44 લાખ 93 હજાર 238 ડોઝ આપવામાં આવ્યા છે.


 


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.