Delhi Liquor Delivery: દિલ્હી સરકારના એક્સાઈઝ વિભાગે સોમવારે એક આદેશ જાહેર કરીને એક્સાઈઝ પોલિસી 2021-22ને બે મહિના માટે વધારી દીધી છે. આ પછી, દિલ્હીમાં દારૂની હોમ ડિલિવરી માટે વધુ રાહ જોવી પડશે, કારણ કે સરકારે હાલની આબકારી નીતિમાં બે મહિનાનો વધારો કર્યો છે. ઉપરાજ્યપાલ પાસેથી નાણાકીય વર્ષ 2022-23 માટે એક્સાઈઝ પોલિસીની મંજૂરી મળવામાં વિલંબ થવાની સંભાવનાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


31 મેના રોજ સમાપ્ત થઈ રહી છે પોલિસી


 દિલ્હી સરકારે આ જ પોલિસીમાં દારૂની હોમ ડિલિવરીની વ્યવસ્થા કરી હતી, પરંતુ નવી એક્સાઇઝ પોલિસીને હજુ સુધી એલજીની મંજૂરી મળી નથી. તેના પર એક્સાઇઝ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી સરકારની કેબિનેટે 5 મેના રોજ પોતાની બેઠકમાં એક્સાઇઝ પોલિસી 2022-23ને મંજૂરી આપી દીધી હતી. તેને ઉપરાજ્યપાલે હજી સુધી મંજૂરી આપી નથી. અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉની પોલિસી (2021-22) જે અગાઉ લંબાવવામાં આવી હતી, તે પણ 31 મેના રોજ સમાપ્ત થઈ રહી છે, જેને બે મહિના માટે વધારવામાં આવી છે.


બીજી વખત એક્સાઈઝ પોલિસીમાં વધારો


એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હાલની એક્સાઇઝ પોલિસીને 31 જુલાઇ 2022 સુધી વધારવામાં આવી છે. જે હાલની જોગવાઈઓ અનુસાર સિક્યુરિટી ડિપોઝિટ સહિત વિસ્તૃત સમયગાળા માટે લાઇસન્સ ફીની ચુકવણીને આધિન છે. દિલ્હીમાં હાલની આબકારી નીતિને બીજી વખત લંબાવવામાં આવી છે. કારણ કે દર નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી નવી એક્સાઇઝ પોલિસીને નોટિફાઇ કર્યા બાદ લાઇસન્સ ફીમાં વધુ વધારો કરવામાં આવે છે. અનિલ બૈજલે 18 મેના રોજ વ્યક્તિગત કારણોનો હવાલો આપીને ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં છેલ્લા 24 કલાકમાં 2124 નવા કેસ નોંધાયા છે અને 17 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે 1675 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 14,917 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,507પર પહોંચ્યો છે. દેશમાં 4,26,02714 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 192,67,44,769 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,27,544 ડોઝ આપવામાં આવ્યા હતા.