શોધખોળ કરો

AI Summit protest: AI સમિટમાં વિરોધ પર પોલીસની કાર્યવાહી, ઈન્ડિયન યૂથ કોંગ્રેસ અધ્યક્ષની ધરપકડ

AI Summit protest: ગયા અઠવાડિયે ભારત મંડપમ ખાતે આયોજિત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન શર્ટલેસ વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં આ ધરપકડ કરવામાં આવી હતી

AI Summit protest:  દિલ્હી પોલીસે ઈન્ડિયન યુથ કોંગ્રેસ(IYC) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે ભારત મંડપમ ખાતે આયોજિત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન શર્ટલેસ વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં આ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સવારે 4:30 વાગ્યે ઉદય ભાનુની અટકાયત કરી હતી અને હવે તેમની ઔપચારિક ધરપકડ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ તેમને આજે સવારે 10 વાગ્યા પછી કોર્ટમાં રજૂ કરી શકે છે.

શર્ટલેસ વિરોધમાં કુલ આઠ ધરપકડ કરવામાં આવી છે

આ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે આઈવાયસીના કાર્યકરોએ એઆઈ સમિટ દરમિયાન શર્ટલેસ વિરોધ કર્યો હતો. વિરોધીઓએ સરકારી નીતિઓ અને એઆઈ સંબંધિત મુદ્દાઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્થળ પર હોબાળો મચાવ્યો હતો. પોલીસે સાર્વજનિક શાંતિ ભંગ કરવાના આરોપો અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં ઉદય ભાનુ છિબ સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની રાતોરાત પૂછપરછ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ઉદય ભાનુએ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો ન હતો.

ધરપકડ પર કોંગ્રેસની પ્રતિક્રિયા કેવી હતી?

કોંગ્રેસના સાંસદ શશિકાંત સેન્થિલે જણાવ્યું હતું કે, "બેરોજગારી અને પેપર લીક જેવા મુદ્દાઓથી યુવાનો પ્રભાવિત થયા હોવા છતાં તેમને સરકાર તરફથી કોઈ જવાબ મળી રહ્યો ન હતો, જેના કારણે AI સમિટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમારા જેવા સાંસદોએ પણ જ્યારે મુદ્દાઓ ઉઠાવ્યા ત્યારે, તેમને કોઈ જવાબ મળ્યો નહીં. યુવાનોને લાગ્યું કે 'કૉમ્પોમાઈઝ' PM પાસેથી કોઈ આશા નથી. આ ખૂબ જ નાનો વિરોધ હતો, જ્યારે લાખો યુવાનો બેરોજગાર છે. યુવા કોંગ્રેસના કાર્યકરો આ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓએ બહાદુરી બતાવી, ભલે તેઓ જાણતા હતા કે અહીં કેવા પ્રકારની સરકાર છે."

કાવતરું હોવાની શંકા

દિલ્હી પોલીસે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં "મોટા કાવતરા"ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે વિરોધ પાછળ એક સંગઠિત યોજના હતી અને યુવા કોંગ્રેસના ટોચના નેતાઓ તેમાં સામેલ હતા. ઉદય ભાનુ ચિબને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની તપાસમાં એવા પુરાવા મળી આવ્યા છે જે દર્શાવે છે કે ઉદય ભાનુ AI સમિટ દરમિયાન શર્ટલેસ વિરોધના કાવતરા અને આયોજનમાં સામેલ હતા.

પોલીસનું કહેવું છે કે આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે ઉદય ભાનુની સંપૂર્ણ પૂછપરછ જરૂરી છે, જેના માટે તેમની અટકાયત જરૂરી છે. આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા તમામ સાત આરોપીઓ યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદય ભાનુ અને ધરપકડ કરાયેલા તમામ આરોપીઓની સામ-સામે પૂછપરછ કરવામાં આવશે. આનાથી સ્પષ્ટ થશે કે સમગ્ર આયોજન ક્યારે, ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યું હતું. ગઈકાલે દિલ્હી પોલીસે ઉદય ભાનુની અટકાયત કરી હતી અને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં લગભગ 20 કલાકની પૂછપરછ બાદ આજે સવારે 4:30 વાગ્યે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
Advertisement

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર

Embed widget