દિલ્હી હિંસા મામલામાં ઉમર ખાલિદને કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Sep 2020 09:34 PM (IST)
દિલ્હી હિંસા મામલામાં ઉમર ખાલિદને 10 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ દિલ્હી હિંસા મામલામાં ઉમર ખાલિદને 10 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. કોર્ટેમાં દિલ્હી પોલીસ તરફથી સોમવારે ઉમર ખાલિદ માટે 10 દિવસની કસ્ટડી માંગવામાં આવી હતી. નોંધનીય છે કે દિલ્હી હિંસાની તપાસ કરી રહેલી પોલીસની સ્પેશ્યલ સેલે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ધરપકડ કરી હતી. ઉમર ખાલિદની ધરપકડ બાદ બે કલાક પૂછપરછ કરાઇ હતી. ઉમર ખાલિદને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમા રજૂ કરાયો હતો. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે સુરક્ષાના કારણોસર ઉમર ખાલિદને કોર્ટમાં ન લઇ ઓનલાઇન રજૂ કરવા માટે અરજી કોર્ટમાં કરી હતી. કોર્ટે તેનો સ્વીકાર કરી લીધો હતો. કોર્ટે ઉમર ખાલિદને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. ઉમર ખાલિદના વકીલે કસ્ટડી માંગવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, તેના જીવને ખતરો છે. ખાલિદે સીએએનો વિરોધ કર્યો, સરકારના કોઇ નિર્ણયનો વિરોધ કરવો ગુનાની શ્રેણીમાં કેવી રીતે આવી શકે છે. ખાલિદના વકીલ ત્રિદીપ પાઇસે કોર્ટને કહ્યું કે, દિલ્હી હિંસાના કેસમાં દિલ્હી પોલીસ કારણ વિના ફસાવી રહી છે.