Sidhu Moosewala Murder Latest News: સિદ્ધુ મૂઝવાલા મર્ડર(Sidhu Moosewala Murder) પર સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી એચએસ ધાલીવાલે(HS Dhaliwal) કહ્યું છે કે સ્પેશિયલ સેલની ટીમ મૂસેવાલા મર્ડર કેસમાં સતત તપાસ કરી રહી છે. આ કેસમાં જે રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો તે ખૂબ જ સંગઠિત રીતે કરવામાં આવ્યો હતો.


ધાલીવાલના જણાવ્યા અનુસાર, આ હત્યામાં અન્ય એક શૂટરની ઓળખ થઈ છે, જેનું નામ વિક્રમ બરાડ છે. જેની LOC સ્પેશિયલ સેલે ખોલાવી હતી. અગાઉ જે 8 શૂટર્સના નામ બહાર આવ્યા હતા તેમાંથી 4ની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે. મહાકાલની પૂછપરછમાં ખુલાસો થયો છે કે સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીને 3.50 લાખ આપ્યા હતા. મહાકાલ દ્વારા 50 હજાર રૂપિયા મળ્યા હતા. શૂટરોની વ્યવસ્થા   વિક્રમ બરાડે કરી હતી. 


6 શૂટરોની ઓળખ થઈ


સલમાન ખાનના પત્રમાં પણ તેની ભૂમિકા છે. જૂન 2018ની આ ઘટનાના સંબંધમાં શૂટર પાસેથી સ્પ્રિંગ રાઈફલ મળી આવી હતી. સલમાન ખાનને હમણાં જ ધમકીભર્યો પત્ર મળ્યો છે, તેમાં હાલ કંઈ કહી શકાય તેમ નથી. સ્પેશિયલ સેલે 6 શૂટરોની ઓળખ કરી છે.


ચોરાયેલા વાહનની રેકી કરવામાં આવી હતી


પોલીસના જણાવ્યા અનુસાર, બે લોકોએ ચોરી કરેલ વાહન સાથે રેકી કરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ લોરેન્સને લઈને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર પોલીસના સતત સંપર્કમાં છે. પુણે પોલીસે લોરેન્સની પૂછપરછ કરી ચૂકી છે.


લોકપ્રિય સિંગર સિદ્ધુ મૂસેવાલાની 29મી મે ના રોજ માણસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. મિત્રો સાથે જઈ રહેલા મૂસેવાલા પોતે ગાડી ચલાવતા હતા ત્યારે જવાહરકે ગામ પાસે હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. 24 જેટલી ગોળીઓ તેમને ધરબી દીધી હતી.