Delhi Man Dragged: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર એક વ્યક્તિને કારમાં ત્રણ કિલોમીટર સુધી ઢસડી જવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગત રાત્રે એટલે કે 30મી એપ્રિલની રાત્રે આશ્રમ ચોકમાં એક કાર ચાલક એટલો ગુસ્સે થયો કે તેણે પીડિતને ત્રણ કિલોમીટર સુધી ઢસડયોં. જ્યારે બોનેટ પર જોખમમાં લટકતો વ્યક્તિ કારને રોકવા માટે વારંવાર બૂમો પાડતો રહ્યો, પરંતુ કાર ચાલકે તેનું બિલકુલ સાંભળ્યું નહીં. દિલ્હી પોલીસે કારનો પીછો કરીને તેને રોકવા માટે દબાણ કર્યું ત્યાં સુધી કાર ચાલક એક વ્યક્તિને બોનેટ પર ઢસડતો રહ્યો.




દિલ્હી પોલીસની કાર્યવાહી પહેલા એટલે કે કારને રોકતા પહેલા એક કાર આશ્રમ ચોકથી દિલ્હીની નિઝામુદ્દીન દરગાહ તરફ ગઈ, જેમાં એક વ્યક્તિ કારના બોનેટ પકડીને ઢસડાઈ રહ્યો હતો. તેનો જીવ જોખમમાં હતો. જો તે વાહનની નીચે આવી ગયો હોત તો તેનું મોત થઈ શક્યું હોત. આ ઘટના ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. કારના બોનેટ પર એક વ્યક્તિને ઢસડવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી.


વારંવાર વિનંતી કરવા છતાં કાર રોકાઈ ન હતી


પીડિત ચેતને ઘટના વિશે ANIને જણાવ્યું કે તે ડ્રાઈવર તરીકે કામ કરે છે. એક મુસાફરને આશ્રમમાં ઉતારીને તે પરત ફરી રહ્યો હતો. ચેતને આરોપ લગાવ્યો છે કે આરોપી ડ્રાઈવરની કાર તેના વાહનને અડી ગઈ હતી. આ પછી તે બહાર ગયો અને તેની કારની સામે ઉભો રહ્યો, ત્યારબાદ આરોપી કાર ચલાવવા લાગ્યો. તેના આ કૃત્યને કારણે હું બોનેટ પર લટકી ગયો. તેને વારંવાર કાર રોકવા માટે કહેવા છતાં તે મને આશ્રમ ચોકથી નિઝામુદ્દીન સુધી બોનેટ પર ખેંચતો રહ્યો. આરોપી કાર ચાલક સંપૂર્ણપણે નશામાં હતો. મારા જીવને જોખમમાં જોઈને મેં પીસીઆરને ઊભેલી જોઈને બચાવવાની વિનંતી કરી. કાર ઊભી ના રાખી ત્યાં સુધી તેઓ અમારી પાછળ રહ્યા હતા.


આરોપીઓએ પીડિતા પર આ આરોપો લગાવ્યા હતા


તેનાથી ઉલટું આરોપી કાર ચાલક રામચંદ કુમારે પીડિતાના આરોપો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આરોપી કાર ચાલકનું કહેવું છે કે તેની કારે ચેતનના વાહનને ટક્કર મારી નહોતી. તેમ છતાં ચેતન તેની કારના બોનેટ પર કૂદી પડ્યો હતો. મેં તેને નીચે ઉતરવાનું કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં. પછી, મેં મારી કાર રોકી અને તેને પૂછ્યું કે તે શું કરી રહ્યો છે.