નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના બાદ હવે વધુ એક મોટો ખતરો સામે આવ્યો છે. કોરોના બાદ હવે ડેન્ગ્યૂએ તરખાટ મચાવવાનો શરૂ કરી દીધો છે. ડેન્ગ્યૂથી પાંચ વધુ લોકોના મોત બાદ આ બિમારીથી મરનારાઓની સંખ્યા વધીને છ થઇ ગઇ છે. જ્યારે અત્યાર સુધી 1530થી વધુ કેસો સામે આવી ચૂક્યા છે. ડેન્ગ્યૂના કેસો વધતા લોકોમાં ખળભળાટ મચી ગઇ છે. નગર નિકાય તરફથી સોમવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી. અધિકારીક આંકડાઓ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 2017 બાદ, ડેન્ગ્યૂથી મોતના આ સર્વાધિક કેસો છે. 2017 અને 2016માં ડેન્ગ્યૂથી 10- 10 લોકોના મોતો થયા હતા.
રિપોર્ટ્ અનુસાર, દિલ્હીમાં આ વર્ષે સામે આવેલા કુલ કેસોમાંથી ઓક્ટોબરમાં જ 1196 કેસો સામે આવ્યા છે. નગર નિકાય તરફથી જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં 30 ઓક્ટોબર સુધી ડેન્ગ્યૂથી છ લોકોના મોત થયા અને કુલ 1537 કેસો સામે આવ્યા. જે 2018માં આ અવધિમાં સામે આવેલા કેસો પછી સર્વાધિક છે. આ વર્ષ, સપ્ટેમ્બરમાં ડેન્ગ્યૂના 217 કેસો સામે આવ્યા હતા. જે છેલ્લા ત્રણ વર્ષમાં આ મહિનામાં સામે આવ્યા હતા.
સ્થિતિ પર સમીક્ષા બેઠક કરશે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા-
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યૂની સ્થિતિની સમીક્ષા કરવામાટે સોમવારે દિલ્હી સરકારની સાથે એક બેઠક કરશે. આ દરમિયાન તે આના પર ચર્ચા કરશે કે ડેન્ગ્યૂના કેસોમાં વૃદ્ધિ પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર કયા પ્રકારે દિલ્હીની મદદ કરી શકે છે.
એક અધિકારીક સુત્રએ બતાવ્યુ- દિલ્હીમાં ડેન્ગ્યૂના કેસો વધ્યા છે, અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આ સ્થિતિની સમીક્ષા કરવા માટે દિલ્હી સરકાર સાથે ચર્ચા કરશે અને દિલ્હીમાં ડેન્ગ્યૂના કેસોમા વૃદ્ધિ પર લગામ લગાવવા મદદ કરશે. બેઠકમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને રાષ્ટ્રીય વેક્ટર જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમના અધિકારી પણ હાજર રહેશે.