ABP News Survey: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સૌથી ચર્ચિત વિપક્ષી નેતાઓમાં ગણવામાં આવે છે. ત્યારે એબીપી ન્યૂઝે દેશનો મૂડ જાણવા માટે સર્વે કર્યો હતો. જેમાં જનતાને સવાલ કરવામાં આવ્યો કે ભવિષ્યમાં વિપક્ષના કયા નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે છે.


સર્વે અનુસાર, 25.6 ટકા જનતાનું માનવું છે કે, ભવિષ્યમાં જો કોઈ પીએમ મોદીને ટક્કર આપી શકે છે તો તે રાહુલ ગાંધી છે. જ્યારે 21.9 ટકા લોકોનું કહેવું છે કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પીએમ મોદીને ટક્કર આપી શકે છે. માત્ર 7.9 ટકા જનતાનું માનવું છે કે, મમતા બેનર્જી પણ ભવિષ્યમાં પીએમ મોદીને ટક્કર આપી શકે છે.

ભવિષ્યમાં પીએમ મોદીના વિકલ્પ તરીકે જનતા કોને માને છે ?
રાહુલ ગાંધી- 26 ટકા
અરવિંદ કેજરીવાલ -22 ટકા
મમતા બેનર્જી-8 ટકા
આમાંથી કોઈ પણ નહીં- 44 ટકા

એબીપી ન્યૂઝ અને C VOTERએ દેશનો મૂડ જાણ્યો હતો. આ સર્વેમાં દેશની તમામ 543 લોકસભા સીટોના લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં 30 હજારથી વધુ લોકો સામેલ છે. સર્વેના સવાલોના જવાબ છેલ્લા 12 સપ્તાહમાં લેવામાં આવ્યા છે.