DGCA Advisory for Indian Airlines: એર ઈન્ડિયા (Air India) ફ્લાઇટમાં મુસાફર દ્વારા અન્ય મુસાફર પર કથિત રીતે પેશાબ કરવાની બે ઘટનાઓ સામે આવતા લોકોમાં મોટા પાયે આક્રોશ જોવા મળ્યો હતો. આવી ઘટનાઓ બાદ હવે દેશના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ગંદી હરકત કરનારા મુસાફરો માટે એરલાયન્સને એક એડવાઇઝરી જાહેર કરી છે.
શેડ્યૂલ્ડ એરલાઈન્સના હેટ ઓફ ઓપરેશન્સને મોકલવામાં આવેલા દિશા-નિર્દેશોમાં રેગુલેટરે કહ્યું કે જરુર પડવા પર પ્રતિબંધિત ઉપકરણો (Restraining Device)નો ઉપયોગ કરવો જોઈએ. ડીજીસીએએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના કેસોએ હવાઈ મુસાફરી પૂરી પાડતી એરલાઈન્સની છબીને ખરડી છે. ડીજીસીએના નિવેદનમાં કહ્યું કે, તાજેતરના દિવસોમાં ફ્લાઇટ દરમિયાન વિમાનમાં કેટલાક યાત્રીકો દ્વારા ખરાબ વ્યવહાર અને અયોગ્ય આચરણની કેટલીક ઘટનાઓ પર DGCA એ ધ્યાન આપ્યું છે. જેમાં તે જોવામાં આવ્યું કે પોસ્ટ હોલ્ડર્સ, પાયલટ અને કેબિન ક્રૂ સભ્ય યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યાં છે.
હવાઈ યાત્રીને લઈને એરલાયન્સે રાખવું પડશે ધ્યાન
DGCA તરફથી કહેવામાં આવ્યું, 'આ પ્રકારની અપ્રિય ઘટનાઓ પ્રત્યે એરલાયન્સ દ્વારા કાર્યવાહી ન કરી, યોગ્ય કાર્યવાહી કરવા કે તેની ભૂલથી સોસાયટીના વિવિધ તબક્કામાં હવાઈ યાત્રાની છબીને ખરાબ અસર કરી છે.' ત્યારબાદ DGCA તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
એડવાઇઝરીની મુખ્ય વાતો
1. DGCAનું કહેવું છે કે જો પેસેન્જર હેન્ડલિંગની પરિસ્થિતિ ઊભી થાય છે, તો પરિસ્થિતિનું તાત્કાલિક મૂલ્યાંકન કરવા માટે "પાયલોટ-ઇન-કમાન્ડ જવાબદાર છે. જો કેબિન ક્રૂ પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય, તો તે માહિતી આગળની કાર્યવાહી માટે એરલાઇનના સેન્ટ્રલ કંટ્રોલ રિલે કરી શકે છે.
2. જો વર્બલ કોમ્યુનિકેશન પરિસ્થિતિને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બને , સમાધાન માટેના તમામ અભિગમો ખતમ થઈ જાય, રોકથામના ઉપકરણોની મદદ લેવી જોઈએ."
3. ઓપરેશન હેડને સલાહ આપવામાં આવે છે કે તે પાયલટો, કેબિન ક્રૂ અને ડાયરેક્ટર-ઇન-ફ્લાઇટ સર્વિસને DGCA ને માહિતી આપતા યોગ્ય સાધનોના માધ્યમથી હરકત કરનાર યાત્રીનો સામનો કરવાના વિષય પર પોતાની સંબંધિત એરલાયન્સ વિશે સંવેદનશીલ બનાવે.
4. રેગુલેટરે એરલાયન્સ દ્વારા નિયમોનું પાલન ન કરવાની સ્થિતિમાં આકરી કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
આ ઘટનાઓ બાદ જાહેર કરી એડવાઇઝરી
આ એડવાઇઝરી ત્યારે આવી છે, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 2 યાત્રીકોએ ફ્લાઇટમાં સફર કરી રહેલા અન્ય યાત્રીકો પર કથિત રીતે પેશાબ કર્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પ્રકારની એક ઘટના 26 નવેમ્બરની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટમાં થઈ, તો બીજી ઘટના 6 ડિસેમ્બરની પેરિસ-દિલ્હી ફ્લાઇટ દરમિયાન થઈ હતી.