Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. હવે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ દેશભરની એરલાઇન્સને તાત્કાલિક પગલાં લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ આદેશનો મુખ્ય હેતુ શ્રીનગરમાં ફસાયેલા હજારો પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો અને તેમને રાહત પૂરી પાડવાનો છે. આ સંદર્ભમાં DGCA એ એરલાઇન્સને જાહેરાત કરી છે કે cancellation અને rescheduling ચાર્જ માફ કરવામાં આવશે. આ ઉપરાંત ફ્લાઇટ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં.

Continues below advertisement






DGCA એ 23 એપ્રિલના રોજ એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરીને કહ્યું હતું કે પહલગામમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી પ્રવાસીઓ માટે તેમના ઘરે પાછા ફરવાની ભારે માંગ છે. આના પર DGCA એ એરલાઇન્સને શ્રીનગરથી દેશભરના સ્થળો માટે તાત્કાલિક અસરથી ફ્લાઇટ્સની સંખ્યા વધારવા વિનંતી કરી છે.


DGCA નો આ નિર્દેશ શા માટે જરૂરી હતો?


કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ જેઓ અમરનાથ યાત્રા અથવા દર્શન માટે ખીણમાં આવ્યા હતા, તેઓ હવે ઘરે પાછા ફરવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં સુરક્ષા અને સુવિધા બંનેના દૃષ્ટિકોણથી ફ્લાઇટ્સની સંખ્યા વધારવી અને મુસાફરોને સસ્તી અને સરળ ટિકિટ સુવિધાઓ પૂરી પાડવી જરૂરી બની ગઈ હતી. ડીજીસીએના નિર્ણય બાદ ફસાયેલા લોકોને રાહત તો મળશે જ સાથે જ તેમને વધારાના પૈસા પણ ચૂકવવા પડશે નહીં.


સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે જ રદ કર્યો


પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની ક્રૂરતાથી હત્યા કરી હતી. આ ઘટના બાદ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હંગામો મચી ગયો હતો. બીજી તરફ DGCA એ ટિકિટના ભાવ ઘટાડવાની જાહેરાત કરી જેથી મુસાફરો સરળતાથી તેમના ઘરે જઈ શકે. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે પીએમ નરેન્દ્ર મોદીને તેમના સાઉદી અરેબિયા પ્રવાસ ટૂંકાવીને અધવચ્ચે જ પાછા ફરવું પડ્યું હતું.