Dibrugarh Express Train derailment: યુપીના ગોંડામાં ગુરુવારે બપોરે એક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ચંડીગઢથી ગોરખપુર જતી વખતે ચંદીગઢ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. પરંતુ રૂટ પર આવતી ટ્રેનો ખોરવાઈ ગઈ હતી. આ ઘટના ગોરખપુર રેલ્વે સેક્શનની મોતીગંજ બોર્ડર પર બની હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાટા પરથી ઉતરેલા કોચને પાટા પરથી હટાવવાની કામગીરી શરૂ કરી છે. 










રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ગોરખપુર રેલ્વે સેક્શનની મોતીગંજ બોર્ડર પાસે આ અકસ્માત થયો હતો.






પ્રાથમિક માહિતી મુજબ ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ગોંડા નજીક એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી.


જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન નંબર 15904 ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાક કોચ ગોંડામાં પલટી ગયા. ગોંડા-ઝિલાહી વચ્ચે પિકૌરા પાસે આ અકસ્માત થયો હતો. કેટલા લોકો ઘાયલ થયા છે તેની હજુ સુધી કોઈ માહિતી નથી. પ્રશાસને ગોંડાથી બચાવ ટીમ મોકલી છે. ચાર એસી કોચ અકસ્માતનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે.


સીએમ યોગીએ ટ્રેન દુર્ઘટના પર પોતાના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વાત કરી છે. સાથે જ સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીની સૂચના બાદ આસપાસના જિલ્લાઓની તમામ હોસ્પિટલો, સીએચસી, પીએચસીને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમને પણ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી હતી.