FIR Against Digvijaya Singh: મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાગરમી વધી રહી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને એક્શન મૉડમાં આવી ગયા છે. આ બધાની વચ્ચે હવે સમાચાર છે કે, ઈન્દોરમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજય સિંહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. વાત છે કે, દિગ્વીજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા સરસંઘચાલક સ્વ. માધવ ગોલવલકર વિશે ટ્વીટ કર્યું હતું. મોડી રાત્રે એડવોકેટ રાજેશ જોષીએ આ અંગે તુકોગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એડવોકેટની ફરિયાદ મુજબ, સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલી પૉસ્ટમાં ગોલવલકરને દલિત વિરોધી અને મુસ્લિમ વિરોધી ગણાવવામાં આવ્યા હતા, જે વાત એકદમ ખોટી છે.


આ હતુ દિગ્વીજય સિંહનુ ટ્વીટ - 




 


રાજસ્થાનમાં CMના ચહેરાને લઈને સચિન પાયલટે કર્યો ધડાકો


કોંગ્રેસ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર પાછા ફરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. આ સાથે જ રાજ્યના રાજકારણમાં કોંગ્રેસને લગતા આવા અનેક પ્રશ્નો છે, જે અવારનવાર મતદારોના મનમાં આવે છે. તેમાંથી એક સવાલ એ છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ તરફથી સીએમ ચહેરો કોણ હશે. અશોક ગેહલોત, સચિન પાયલટ કે અન્ય કોઈ. તે જ સમયે, પાઇલટે આ અંગે નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પાઈલટે ઘણા મુદ્દાઓ પર વાત કરી છે. આ સિવાય તેમણે અશોક ગેહલોત સાથેના કથિત અણબનાવ પર પણ ખુલીને વાત કરી હતી. આવો જાણીએ શું કહ્યું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પાઈલટે કહ્યું કે, ક્યારેક અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે અને મતભેદ હોઈ શકે છે, પરંતુ એક જીવંત રાજકીય પક્ષમાં, જો આ ચર્ચાઓ અને સંવાદો ન થાય, તો પાર્ટીમાં કોઈ ઉર્જા પણ થી રહેતી. તેનો વિરોધ અમે  એટલા માટે  નથી કરતા  કે તમને મારો દેખાવ ગમતો નથી અથવા મને તમારો દેખાવ પસંદ નથી. જો કોઈની સાથે મતભેદ હોય તો તે મુદ્દા આધારિત છે. જો મુદ્દાઓ ઉકેલાઈ જાય તો આ અણબનાવનો કોઈ મતલબ નથી.


પક્ષ અને જનતા સૌથી મોટા
બીજી તરફ સીએમ ગેહલોત અંગે સચિન પાયલોટે કહ્યું કે અશોક ગેહલોત મારા કરતા મોટા છે, તેમની પાસે મારા કરતા વધુ અનુભવ છે. તેના ખભા પર મોટી જવાબદારી છે. જ્યારે હું પ્રમુખ હતો ત્યારે તમામને સાથે લઈ જવાનો મારો પ્રયાસ હતો અને આજે તેઓ સીએમ છે, તેઓ પણ અમને બધાને સાથે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને ક્યાંક થોડુ આગળ અને ક્યાંક પાછળ હોય તો પણ મને નથી લાગતું કે તે કોઈ મોટી સમસ્યા છે. કારણ કે કોઈ વ્યક્તિ વિષેશ કરતા પક્ષ અને જનતા સૌથી મોટા છે. આ વાત હું અને તેઓ સમજીએ છીએ.


સીએમના ચહેરા પર આપવામાં આવ્યું નિવેદન
સાથે જ સચિન પાયલોટે મુખ્યમંત્રીના ચહેરા અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, દશકોથી કોંગ્રેસ પાર્ટી ક્યારેય સીએમ ચહેરા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી નથી. વર્ષ 2018માં હું કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ હતો અને અમે સાથે મળીને ચૂંટણી લડી હતી. બાદમાં જે પણ નિર્ણય લેવામાં આવ્યો તે સામે છે. ભવિષ્યમાં શું થશે તે ખૂબ જ સ્પષ્ટ છે કે અમે સાથે ચૂંટણી લડીશું અને ચૂંટણી જીત્યા પછી તે નક્કી કરવામાં આવશે કે કોને તક આપવામાં આવશે, પરંતુ તે મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે અમે ચૂંટણી કેવી રીતે જીતીએ છીએ. લોકસભાની ચૂંટણી પણ નજીક છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે તેને જીતવા માટે અમારા તમામ પ્રયાસો કરીશું.


દિગ્વિજય સિંહે પુછ્યું 15 લાખ મળ્યા?


મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ ચૂંટણી મેદાનમાં છે. દિગ્વિજય સિંહની ચૂંટણી સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક મંચ પર આવી માઈક લઈ પ્રધાનમંત્રી મોદીના વખાણ કરી રહ્યો છે. ભોપાલમાં એક ચૂંટણી સભા દરમ્યાન દિગ્વિજય સિંહે લોકોને પુછ્યું કે, કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા? ત્યારબાદ એક યુવક હાં બોલ્યો, તો દિગ્વિજય સિંહે તેને મંચ પર બોલાવ્યો હતો. ત્યારબાદ યુવક મંચ પર એર સ્ટ્રાઈકના વખાણ કરવા લાગ્યો હતો. મંચ પર હાજર અન્ય નેતાઓએ આ યુવકને ધક્કો મારી મંચ પરથી નીચે ઉતારી મુક્યો હતો. મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહને ઉમેદવાર છે, જ્યારે ભાજપ તરફથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારવામાં આવ્યા છે. ભોપાલની આ બેઠક પર મુકાબલો રસપ્રદ બન્યો છે. 


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial