Chandrayaan 3 Moon Landing: ભારત પોતાના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3 દ્વારા ઇતિહાસ રચવાથી થોડા કલાકો દૂર છે. ચંદ્રયાન-3 આજે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરશે તેવી અપેક્ષા છે. આ મિશનના કારણે ઈસરોના વૈજ્ઞાનિકોની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે એક સનસનીખેજ દાવો કરીને બધાને વિચારતા કરી દીધા છે. દિગ્વિજય સિંહે મોટો દાવો ઇસરોના વૈજ્ઞાનિકોના બાકી પગારને લઇને કર્યો છે. તેમને કહ્યું છે કે ચંદ્રયાન-3 મિશનને સફળ બનાવવાનો પ્રયાસ કરનારા વૈજ્ઞાનિકોને 17 મહિનાથી પગાર મળ્યો નથી.


'17 મહિનાથી નથી મળ્યો પગાર' 
દિગ્વિજય સિંહે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, "અમને ગર્વ છે કે અમારા ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતારવાનો સફળ પ્રયાસ કર્યો છે. અમે માત્ર પ્રાર્થના કરીએ છીએ કે ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ થાય. પરંતુ અખબારોમાં તેના અહેવાલો આવી રહ્યા છે. જે વૈજ્ઞાનિકોએ આ કામ કર્યું છે તેમને 17 મહિનાથી પગાર મળ્યો નથી. વડાપ્રધાને આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ."






સ્કૂલોમાં બતાવવામાં આવશે લાઇવ સ્ટ્રીમિંગ - 
ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-3નું લેન્ડિંગ મધ્યપ્રદેશની તમામ શાળાઓમાં લાઈવ બતાવવામાં આવશે. આજે સાંજે 5.30 થી 6.30 સુધી લાઈવ સ્ટ્રીમિંગ બતાવવામાં આવશે. સરકાર દ્વારા તમામ શાળાઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ લાઈવ ન જોઈ શક્યા હોય તેમને બીજા દિવસે 24મી ઓગસ્ટે રેકોર્ડિંગ બતાવવામાં આવશે.


મહાકાલમાં થઇ ભસ્મ આરતી - 
બીજીબાજુ ભારતના ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં વહેલી સવારે વિશેષ 'ભસ્મ આરતી' કરવામાં આવી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 આજે સવારે લગભગ 6.04 વાગ્યે ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે.


ચંદ્રયાન-3નું લેન્ડિંગ ક્યારે થશે?


જો બધુ અપેક્ષા મુજબ રહ્યું તો આજે (બુધવાર) સાંજે 6.40 કલાકે ભારતનું ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરૂ કરશે. દરમિયાન, ભારતના ચંદ્ર મિશનને છેલ્લી 17 મિનિટમાં પ્રવેશ કરવો પડશે. આ તે સમય હશે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરશે.









અહીં તમે ચંદ્રયાન-3નું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો


ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઇવ ટેલિકાસ્ટ 23 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 5.27 વાગ્યે શરૂ થશે. આ ઈસરોની વેબસાઈટ,યુટ્યુબ, ફેસબુક પર જોઈ શકાય છે. ISRO અથવા પછી તે ડીડી નેશનલ ટીવી ચેનલ પર જોઈ શકાય છે.


ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બનશે


ચંદ્રયાન-3ની સફળતા ભારતનો ડંકો વગાડી દેશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ બનશે અને ત્યારબાદ સમગ્ર વિશ્વ ચંદ્રયાન-3 દ્વારા વધુ સંશોધન કરશે.