Diwali 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી મનાવવા કારગીલ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે બહાદુર સૈનિકો સાથે ભારત માતા કી જય, વંદે માતરમના નાદ લગાવ્યા હતા. તેમણે સરહદના રક્ષકોને પ્રેરણાથી ભરેલી કવિતા પણ સંભળાવી અને સંબોધન સાથે તેમનામાં ઉત્સાહ ભરી દીધો. તે જ સમયે, આ દરમિયાન એક ભાવનાત્મક ક્ષણ પણ જોવા મળી, જ્યારે મેજર અમિતે વડાપ્રધાન મોદીને એક તસવીર રજૂ કરી.


તસવીરમાં અમિત અને અન્ય વિદ્યાર્થી પીએમ મોદી પાસેથી શિલ્ડ લેતા જોવા મળે છે. ફોટો 2001નો છે. ત્યારે નરેન્દ્ર મોદી સૈનિક સ્કૂલ બાલાછડી પહોંચ્યા હતા. મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમિત બાલાછડી શાળાનો વિદ્યાર્થી હતા ત્યારે તેમને પીએમ મોદી સાથે તસવીર પડાવવાનો મોકો મળ્યો. આજે 21 વર્ષ બાદ તેમને ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી. પરંતુ હવે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને અમિત હવે ભારતીય સેનામાં મેજર બની ગયા છે.






અધિકારીઓએ જણાવ્યું કે મેજર અમિત મોદીને ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલમાં મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ ઓક્ટોબરમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તરત જ શાળાની મુલાકાત લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, "આજે તેઓ કારગીલમાં ફરી મળ્યા અને તે ખૂબ જ ભાવુક મુલાકાત હતી."


તસવીરમાં અમિત અને અન્ય એક વિદ્યાર્થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શિલ્ડ લેતા જોવા મળે છે. 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી દર વર્ષે સશસ્ત્ર દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવાના તેમના રિવાજને અનુસરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કારગીલમાં સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરી હતી.


આ પણ વાંચોઃ


Diwali 2022: PM મોદીએ કારગિલમાં જવાનોને મીઠાઈ ખવડાવી મોં કરાવ્યું મીઠું, જવાનોએ લલકાર્યું એ મેરે પ્યારે વતન ગીત... જુઓ વીડિયો


Diwali 2022: દિવાળીના દિવસે પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, હૈયેહૈયું દળાય એટલી ભીડ, જુઓ તસવીરો