નોંધનીય છે કે અભિનયથી રાજનીતિમાં આવેલા રજનીકાંતે છેલ્લા દિવસોમાં તમિલનાડુની મુખ્ય વિપક્ષ પાર્ટી ડીએમકે પર નિશાન સાધ્યું હતું. રજનીએ દ્રવિડ આંદોલનના જનક ગણાતા એમ કરુણાનીતિ અને પેરિયાર ઇવી રામસામી પર ટિપ્પણી કરી હતી. સુપરસ્ટારે કહ્યું કે, પેરિયાર હિંદુ દેવતાઓના કટ્ટર આલોચક હતા પરંતુ તે સમયે કોઇએ પેરિયારની ટીકા કરી નહોતી.
દ્રવિડ વિદુથલઇ કઝગમે રજનીકાંત પર સમાજ સુધારક પેરિયાર દ્ધારા 1971માં કરવામાં આવેલી રેલીના સંદર્ભમાં ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતે. આ સંદર્ભમાં માફી માંગવાની પણ માંગણી કરાઇ હતી. સંગઠને કહ્યું કે, એક્ટરે 14 જાન્યુઆરીના રોજ એક પત્રિકાના કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. મણિએ એક્ટર પાસે શરત વિના માફી માંગવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, તેમના સંગઠને આ બાબતને લઇને અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.