ડ્રગ્સ કેસ: 'ટોલીવૂડ અને બોલિવૂડની ફેમસ અભિનેત્રી રકુલ પ્રીત આજે 4 વર્ષ જૂના ડ્રગ્સના કેસ મામલે ઇડીની કચેરીમાં હાજર થઇ હતી.


 'ટોલીવૂડ અને બોલિવૂડની ફેમસ અભિનેત્રી રકુલ પ્રીત આજે 4 વર્ષ જૂના ડ્રગ્સના કેસ મામલે ઇડીની કચેરીમાં હાજર થઇ હતી. ઇડીએ 4 વર્ષ જૂના ડ્રગ્સ કેસ માટે ટેલિવૂડ અને બોલિવૂડના  અભિનેતા અને નિર્દેશકોને સમન મોકલ્યું છે. 


ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017માં તેલંગાણાના આબકારી અને નિષેધ વિભાગે 30 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યાં બાદ 12 ઘટના સામે આવી હતી. જેમાં 11 કેસમાં ચાર્જશીટ  દાખલ કરાઇ હતી. ત્યારબાદ આ કેસમાં મની લોન્ડ્રિગના એન્ગલથી પણ તપાસ કરવામાં આવી હતી. 



ઉલ્લેખનિય છે કે, એલએસડી અને એમડીએમએ જેવા મોંઘા નશીલા પદાર્થની સપ્લાય કરવાનો આરોપસર તેલુગુ ફિલ્મની 10 હસ્તીને સમન મોકલવામાં આવ્યું છે. ઇડીએ આ કેસમાં તેલુગુ ફિલ્મ નિર્દેશક, પુરી જગન્નાથ અને અભિનેત્રી ચાર્મી કોરની પણ પૂછપરછ કરી હતી. 


આ ડ્રગ્સ કેસમાં કેસમાં એક અમેરિકા, એક દક્ષિણ આફ્રિકા નાગરિક સહિત 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત આ કેસમાં બહુરાષ્ટ્રીય કંપની બીટેક ડિગ્રીધારક સાત લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે પણ રકુલ પ્રિત સિંહની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગત વર્ષે સુશાંત સિહ રાજપૂતના મોતના કેસમાં પણ ડ્રગ્સ કેનેકશન સામે આવતા એનસીબીએ પણ તેમની પૂછપરછ કરી હતી. 


રકુલ પ્રિત સિંઘે 2009માં  કન્નડ ફિલ્મ 'Arati'થી  ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે તમિલ અને તેલુગ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. ઉપરાંત તે હિન્દી ફિલ્મ મંસા, રાધા, નૈના, આરજૂ, આયેશા, સોનિયા ગુપ્તા, સલોની, સહિતની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મોડલિંગથી તેમણે કરિયરની શરૂઆત કરી હતી.