Mahakumbh stampede:પ્રયાગરાજ શહેરના એક ડોક્ટરે નામ જાહેર ન કરવાની શરતે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ છે.જો કે, વહીવટીતંત્રે હજુ સુધી કોઈના મોતની સત્તાવાર પુષ્ટી કરી નથી. દરમિયાન, સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે ટેલિફોન પર વાત કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
કેવી રીતે ઘટી સમગ્ર દુર્ઘટના
મૌની અમાવસ્યા નિમિત્તે મંગળવારે મોડી સાંજથી શાહી સ્નાન ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, અચાનક મહિલા ભીડમાં શ્વાસ ઘુટાવવાથી બેભાન થઇ જતકાં ભીડે બેરેકેટ તોજીને ઘાટ પર બેઠેલા લોકો પર ચઢી આવી હતી જેના કારણે અનેક લોકો ઘાયલ થયા અને 10થી વધુના મોતની પણ આશંકા છે.
સંગમના કિનારે નાસભાગની ઘટના બાદ તમામ અખાડાઓએ અમૃતમાં સ્નાન કરવાનો ઇનકાર કરી દીધો છે. બધા અખાડા રસ્તામાં પોતપોતાની છાવણીમાં પાછા ફર્યા. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રી મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે અકસ્માત બાદ અખાડાઓ અમૃતસ્નાન કરશે નહીં.
અખાડા પરિષદના પ્રમુખની જાહેરાત બાદ, મહાનિર્વાણ અખાડાએ તેનું સરઘસ અધવચ્ચે પાછું ખેંચી લીધું અને છાવણીમાં પરત ફર્યું, જ્યારે જુના અખાડાએ પણ તેનું સરઘસ છાવણીમાં પાછું બોલાવ્યું. અકસ્માતની માહિતી મળ્યા બાદ અંજલિ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશનંદ ગિરી પણ છાવણી પહોંચ્યા હતા. સંગમ કાંઠે થયેલા અકસ્માત બાદ અખાડાઓએ અમૃતસ્નાન ન લેવાની જાહેરાત કરી છે. મહામંડલેશ્વર અને સંતોના બધા રથ પરત ફર્યા છે.
ઉલ્લેખનિય છે કે, મૌની અમાસ હોવાથી આજના સ્નાનનું વિશેષ મહત્વ છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળું અમૃત સ્નાન સંગમ ઘાટે કરવા માટે ઉમટ્યાં હતા. જેના કારણે બેરેકેટ તોડીને ભીડ બેકાબૂ બની હતી. ભીડના કારણે કેટલાક લોકો બેભાન થયા હતા. ઘાયલોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. દુર્ઘટના બાદ પણ કુંભમાં આવનાર શ્રદ્ધાળુની સંખ્યામાં વધી રહી છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે એક કલાકમાં બે વખત વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનને સઘન કરવા માટે અને સ્થિતિ પૂર્વવત કરવાના આદેશ આપ્યાં છે.