શોધખોળ કરો

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

Parliament Budget Session 2026: બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. બીજા તબક્કાના પ્રથમ દિવસે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ આવશે.

Parliament Budget Session 2026: બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. બીજા તબક્કાના પ્રથમ દિવસે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ આવશે. બીજી તરફ, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર બંને ગૃહોમાં નિવેદન આપી રહ્યા છે. પ્રથમ દિવસની કાર્યવાહી માટે સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) નું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિરોધ પક્ષના ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરી રહેલી કોંગ્રેસ, બંને પક્ષોએ પોતાના સાંસદોને ત્રણ લાઇનનો વ્હિપ જાહેર કરીને લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે.

મિડલ ઈસ્ટ સંકટ પર વિદેશ મંત્રી એસ. જયશંકર રાજ્યસભામાં પોતાનું નિવેદન આપ્યું છે. મિડલ ઈસ્ટ સંકટ પર વિદેશ મંત્રીએ કહ્યું કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઈરાનના ટોચના નેતૃત્વના લોકોનો પણ સમાવેશ થાય છે. ભારતે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. 1 માર્ચના રોજ મળેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં ઈરાન પર થયેલા હુમલા અને ત્યાર બાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક અસરો પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ મંત્રાલયોને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. જયશંકરે કહ્યું કે આ ચાલુ સંઘર્ષ ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે ગલ્ફ દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને ઈરાનમાં પણ ઘણા ભારતીયો અભ્યાસ અને અન્ય કામો માટે હાજર છે.

જયશંકરે ગૃહમાં માહિતી આપી હતી કે ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વનું સમર્થક છે અને અમારું માનવું છે કે કોઈપણ સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા શોધવું જોઈએ. તેમણે કહ્યું કે ગલ્ફ રીજનમાં 1 કરોડ ભારતીયો રહે છે અને તેમની સુરક્ષા અંગે CCS ની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશ મંત્રીએ આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે ભારતીયોના સંપર્કમાં છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમે જાન્યુઆરીમાં જ અમારા નાગરિકોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જેટલી જલ્દી બને તેટલી વહેલી તકે સ્વદેશ પરત આવી જાઓ. અમારા દૂતાવાસે પણ એડવાઈઝરી જારી કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પ્રત્યે સતર્ક છે. સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે.

'ઈરાનના 3 જહાજ હિંદ મહાસાગરમાં હતા, અમે એકને આશરો આપ્યો'

વિદેશ મંત્રીએ ગૃહમાં કહ્યું કે ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને દૂતાવાસ તરફથી મદદ મળી છે. ઈરાનથી લોકોને આર્મેનિયાના માર્ગે બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતીયોની મદદ માટે પ્રતિબદ્ધ છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયા અને કતરના નેતૃત્વ સાથે વાત કરી છે. મેં ઈરાનના વિદેશ મંત્રી સાથે 28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ વાત કરી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાનના ત્રણ જહાજ હિંદ મહાસાગરમાં હતા. અમે ઈરાનની વિનંતી પર એક જહાજને ડોકિંગની પરમિશન આપી, આશરો આપ્યો. આ માટે ઈરાને આભાર પણ માન્યો છે. ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે અમે સતર્ક છીએ. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે ભારત શાંતિના સમર્થનમાં છે. અમે નાગરિકોની સુરક્ષાની પક્ષમાં છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં ડબલ ઋતુનો માર: 12 થી વધુ રાજ્યોમાં વાવાઝોડા વરસાદ, જ્યારે 6 રાજ્યોમાં ગરમી ભુક્કા કાઢશે
દેશમાં ડબલ ઋતુનો માર: 12 થી વધુ રાજ્યોમાં વાવાઝોડા વરસાદ, જ્યારે 6 રાજ્યોમાં ગરમી ભુક્કા કાઢશે
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Embed widget