નવી દિલ્હીઃ વર્ષ 2021નો ઓગસ્ટ મહિનો પુરો થઇ રહ્યો છે, અને આગામી મહિનો સપ્ટેમ્બર કેટલાક નવા ફેરફાર અને ચેન્જીસ સાથે આવી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનો દેશવાસીઓ માટે કેટલીક વસ્તુઓમાં ફાયદો કરાવશે તો કેટલીક વસ્તુઓમાં નુકસાન પણ વેઠાવી શકે છે. માહિતી પ્રમાણે એવી 8 જીવન જરૂરી વસ્તુઓ છે જે 1લી સપ્ટેમ્બરથી મોંઘી થવા જઇ રહી છે અને કેટલીક વસ્તુઓ સસ્તી થઇ રહી છે. જાણો આ લિસ્ટમાં શું છે ખાસ....
1. પીએફ નિયમો બદલાશે -
નોકરી કરનારા માટે આ વાત કામની છે. સપ્ટેમ્બર મહિનાથી જો તમે UANને તમારા આધાર સાથે લિંક નહીં કરો તો તમારા પ્રોવિડન્ટ ફંડમાં રૂપિયા જમા થશે નહીં. EPFOએ ખાતાધારકોને માટે પહેલાથી આ કામ કરવાનું કહ્યું છે. જો આધારને યૂએએન નંબર સાથે લિંક નહીં કરો તો મુશ્કેલી આવશે.
2. ચેક ક્લિયરિંગ સિસ્ટમ બદલાશે -
જો તમે પણ ચેકથી પેમેન્ટ કરો છો તો હવે નવા મહિનાથી 50000 રૂપિયાથી વધારેના ચેક માટે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. બેંકે પોઝિટિવ પે સિસ્ટમ શરૂ કરી છે. જેમાં એક્સિસ બેંક નવા મહિનાથી આ સિસ્ટમ લાગૂ કરશે.
3. PNBમાં વ્યાજને લઇને નિયમો બદલાશે -
Punjab National Bank- PNBના ગ્રાહકોને માટે ફરી એક વાર ઝટકો લાગશે. આ બેંક બચત ખાતામાં વ્યાજ પર ઘટાડો કરી રહી છે. આ જાણકારી બેંકની વેબસાઈટ પર આપવામાં આવી છે. બેંકે બચત ખાતાના વ્યાજને 3 ટકાથી 2.90 ટકા કર્યું છે. જેની અસર નવા અને જૂના બંને ગ્રાહકો પર થશે.
4. ગેસ સિલિન્ડર મળવાનો સમય બદલાશે -
1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર આવી શકે છે. આ સાથે ગેસ સર્વિસની તરફથી ગેસ ડિલિવરીનો સમય પણ બદલાઈ જશે. ઘારાનોલામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગેસ પહોંચાડવાના સમય બદલાશે.
5. કાર ઈન્શ્યોરન્સનો નિયમ બદલાશે -
મદ્રાસ હાઈકોર્ટમાં નક્કી કરાયા મુજબ 1 સપ્ટેમ્બરથી કોઈ વાહન વેચાશે તો તેનું બંપર ટૂ બંપર ઈન્શ્યોરન્સ અનિવાર્ય રહેશે. તેનો સમય 5 વર્ષનો રહેશે અને ડ્રાઈવર, પેસેન્જર અને વાહનના માલિકોને કવર કરનારા ઈન્શ્યોરન્સ જરૂરી રહેશે. આ સાથે તેમાં વાહનના એ ભાગને પણ કવર કરાશે જેને સામાન્ય વીમા કંપની કવર કરતી નથી.
6. OTT પ્લેટફોર્મ મોંઘુ થશે -
ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney plus hotstar) નું સબ્સ્ક્રીપ્શન નવા મહિનાથી મોંઘું થશે. આ સાથે યૂઝર્સનો બેઝ પ્લાન 399ને બદલે 499 રૂપિયાનો થશે. યૂઝર્સને 100 રૂપિયા વધારે ખર્ચ કરવાના રહેશે. આ સાથે 899માં 2 ફોનમાં એપ ચલાવવાની સુવિધા મળશે. આ સિવાય આ પ્લાનમાં એચડી ક્વોલિટી મળે છે. તેમાં 1499 રૂપિયામાં 4 સ્ક્રીન પર એપને ચલાવી શકાશે.
7. અમેઝોન શૉપિંગ -
અમેઝોન ડીઝલ અને પેટ્રોલની કિંમત વધવાના કારણે લોજિસ્ટિક કોસ્ટમાં વધારો કરી શકે છે. તેનાથી 1 સપ્ટેમ્બર 2021થી અમેઝોનથી સામાન મંગાવવાનું મોંઘું થશે. એવામાં 500 ગ્રામના પેકેજ માટે 58 રૂપિયા આપવા પડી શકે છે તો તેની રિટેલ કોસ્ટ 36.50 રૂપિયા રહેશે.
8. કેટલીક એપ પર લાગશે પ્રતિબંધ -
ગૂગલની નવી પોલિસી 1 સપ્ટેમ્બર 2021થી લાગૂ રહી છે. આ સાથે ફેક કંટેન્ટ પ્રમોટ કરનારા એપ્સ પર 1 સપ્ટેમ્બરથી પ્રતિબંધ લગાવાશે. ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું કે એપ ડેવલપર્સની તરફથી લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેનારા એપ્સને બ્લોક કરી દેવાશે. ગૂગલ પ્લે સ્ટોરના નિયમોને પહેલાથી વધારે કડક બનાવાશે. આ સાથે ગૂગલ ડ્રાઈવ યૂઝર્સને 13 સપ્ટેમ્બરે નવા સિક્યોરિટી અપડેટ મળશે. તેનો ઉપયોગ પહેલા કરતા વધારે સુરક્ષિત રીતે કરી શકાશે.