આસામની પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં રવિવારે દિમાસા નેશનલ લિબરેશન આર્મી(ડીએનએલએ)ના 8 ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ જાણકારી આપી છે.
 
આ પહેલા, અધિકારીએ અથડામણમાં 6 ઉગ્રવાદીઓને ઠાર કરવાની જાણકારી આપી હતી, કારણ કે ત્યાં સુધી અન્ય બે ઉગ્રવાદીઓને શબ નહોતા મળ્યા. અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ કાર્બી આંગલોંગના પોલીસ અધિક્ષક પ્રકાશ સોનોવાલના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓએ આસામ રાઈફલ્સના જવાનોની ટીમે એક ગુપ્ત જાણકારીના આધાર પર જિલ્લામાં સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું.



અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન મચિબૈલુંગ વિસ્તારમાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણમાં પ્રતિબંધિત સંગઠનના આઠ સદસ્યોને ઠાર કરવામાં આવ્યા છે. શરુઆતમાં છ ઉગ્રવાદીઓને મૃતદેહ મળી આવ્યા હતા અને બે મૃતદેહ અન્ય વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન બાદમાં મળ્યા છે. એવામાં આશંકા છે કે આ બે મૃતદેહ સંગઠનના બે ટોપ લીડરના છે.


પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઠાર કરવામાં આવેલા ઉગ્રવાદીઓ પાસેથી ચાર એકે-47 રાઈફલ અને દારૂ ગોળો મળી આવ્યો છે. તેમણે જણાવ્યું કે દારુજીફાંગ વિસ્તારમાં એક પૂજારીની હત્યા બાદ ગત સપ્તાહથી જિલ્લામાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અથડામણ સંબંધી વિસ્તૃત જાણકારીની રાહ જોવામાં આવી રહી છે.