ઘોડા પર ઠાઠ માઠથી Blinkitની ડિલિવરી કરવા નિકળ્યા દાદા, રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમે ચોંકી જશો
વિડીયો જોયા પછી લોકોના મગજમાં ફક્ત એક જ વાક્ય આવી રહ્યું હતું: "પ્રધાન, અહીં યુવાન લોકોને ઘોડા પર ચઢવું નસીબ નથી થઈ રહ્યું અને વૃદ્ધ લોકો ઘોડા પર Blinkit ની ડિલિવરી કરી રહ્યા છે."

Viral Video: રાજસ્થાનની ધરતી પર જ્યાં ઘોડા અને ઊંટ પરંપરા, શાન અને શૌર્યના પ્રતીક માનવામાં આવે છે, ત્યાં હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે પરંપરા અને ટેકનોલોજીને એકસાથે જોડી દીધી છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ ઘોડા પર સવાર થઈને Blinkitની બેગ લટકાવીને જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ડિલિવરી બોય બાઇક કે સ્કૂટર દ્વારા સામાન પહોંચાડે છે, પરંતુ અહીં તસવીર બિલકુલ અલગ છે. વીડિયો જોતા જ લોકોની જીભ પર એક જ લાઇન આવી રહી છે – "પ્રધાન, અહીં જુવાનિયાઓને ઘોડીએ ચડવાનું નસીબ નથી થઈ રહ્યું અને આ વડીલ ઘોડા પર Blinkitની ડિલિવરી કરવા નીકળ્યા છે." આ જ કારણ છે કે આ વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો મોટો વિષય બન્યો છે.
ये राजस्थान हैं प्रधान….!!!
युवाओं को घोड़ी चढ़ना नसीब नहीं हो रहा है….
और बुजुर्ग घोड़ों पर ऑनलाइन डिलीवरी कर रहे हैं…😂 pic.twitter.com/uYAzlhxSNY — kapil bishnoi (@Kapil_Jyani_) February 22, 2026
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ પરંપરાગત રાજસ્થાની પહેરવેશમાં ઘોડા પર સવાર છે અને તેમની પીઠ પર Blinkitની પીળી ડિલિવરી બેગ લટકાવેલી છે. રસ્તાના કિનારેથી પસાર થતા આ દ્રશ્યને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધું. જોતજોતામાં આ વીડિયો વાયરલ થઈ ગયો. વીડિયોમાં વૃદ્ધ જે ઠાઠ માઠ સાથે ડિલિવરી કરવા જઈ રહ્યા છે તેનાથી લાગે છે કે તેઓ ડિલિવરી કરવા નહીં પણ ઘડપણમાં દુલ્હન લેવા જઈ રહ્યા હોય.
જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો રાજસ્થાનના કોઈ ગ્રામીણ વિસ્તારનો છે, જ્યાં રસ્તાઓ કાચા છે અને બાઈક દ્વારા પહોંચવું સરળ નથી. એવામાં ઘોડાનો ઉપયોગ કરવો ત્યાંની જરૂરિયાત પણ હોઈ શકે છે અને સ્થાનિક સંસ્કૃતિનો ભાગ પણ. જોકે વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે આ વાસ્તવિક ડિલિવરી છે કે પછી કોઈએ મજાકિયા અંદાજમાં વીડિયો બનાવ્યો છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને જાતભાતની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો તેને 'ડિજિટલ ઈન્ડિયા' અને 'ન્યૂ ઈન્ડિયા'ની નવી તસવીર ગણાવી રહ્યા છે, જ્યાં ટેકનોલોજી ગામેગામ પહોંચી ગઈ છે. તો વળી ઘણા યુઝર્સ મજાકમાં લખી રહ્યા છે કે "જ્યારે પેટ્રોલ મોંઘું થઈ જાય ત્યારે ઘોડો જ કામ આવે." જુવાનિયાઓને નસીબ નથી અને મજા વડીલો લઈ રહ્યા છે. કેટલાક લોકો તેને રોજગારીની મજબૂરી સાથે જોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઉંમર ગમે તે હોય, મહેનત કરવાની લગન સૌથી મોટી હોય છે. આ વીડિયો @Kapil_Jyani_ નામના એક્સ (X) એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.























