શોધખોળ કરો

શરમજનક! 1971 ના વોર હીરો અને નિવૃત્ત નેવી ચીફને ચૂંટણી પંચે SIR નોટીસ ફટકારીને નાગરિકતા સાબિત કરવા બોલાવ્યા

ગોવામાં નિવૃત્ત નેવી ચીફને 'તમે કોણ છો?' સાબિત કરવા માટે ચૂંટણી પંચે 18 કિમી દૂર ધક્કો ખાવા કહ્યું; પેન્શન અને વેટરન કાર્ડ હોવા છતાં આ હેરાનગતિ કેમ? સોશિયલ મીડિયા પર આક્રોશ.

Election Commission Notice to Ex Navy Chief: દેશની રક્ષા માટે જીવન સમર્પિત કરનારા યોદ્ધાઓ સાથે વહીવટી તંત્ર કેવું વર્તન કરે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો ગોવા (Goa) માંથી સામે આવ્યો છે. ભારતીય ચૂંટણી પંચ (Election Commission - EC) ની કામગીરી પર સવાલો ઉઠાવતી એક ઘટનામાં, 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધના નાયક અને ભારતીય નૌકાદળના પૂર્વ વડા એડમિરલ અરુણ પ્રકાશ (Admiral Arun Prakash) ને તેમની ઓળખ સાબિત કરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. 'વીર ચક્ર' વિજેતા અને 82 વર્ષીય નિવૃત્ત એડમિરલને આ ઉંમરે આવી નોટિસ મળતા સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

હાલમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (Voter List Revision) ચાલી રહ્યો છે. નિવૃત્તિ બાદ ગોવામાં સ્થાયી થયેલા એડમિરલ અરુણ પ્રકાશ અને તેમના પત્નીએ મતદાર યાદીમાં નામ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 2026 ની ડ્રાફ્ટ યાદીમાં નામ જોઈને તેઓ નિશ્ચિંત હતા. પરંતુ અચાનક પંચ દ્વારા તેમને એક 'સુનાવણી નોટિસ' મળી, જેમાં તેમને અને તેમના 78 વર્ષીય પત્નીને ઓળખની ચકાસણી માટે 18 કિલોમીટર દૂર આવેલી કચેરીએ અલગ-અલગ દિવસે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો.

એડમિરલનો વેધક સવાલ: "શું ડેટાબેઝ ચેક કરવો અઘરો છે?"

આ ઘટનાથી વ્યથિત થઈને પૂર્વ નેવી ચીફે સિસ્ટમની ખામીઓ પર આંગળી ચીંધી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "સરકાર પાસે અમારા પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), વેટરન કાર્ડ અને દર વર્ષે જમા થતા જીવન પ્રમાણપત્રનો ડેટાબેઝ છે. કીબોર્ડ પર માત્ર એક ક્લિક કરીને વિગતો મેળવવાને બદલે વરિષ્ઠ નાગરિકોને આ રીતે રૂબરૂ બોલાવીને હેરાન કરવા કેટલું યોગ્ય છે?" તેમણે સ્પષ્ટ કહ્યું કે સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે, નાગરિકોને પરેશાન કરવાની નહીં.

અધિકારીઓનો બચાવ: 'અનમેપ્ડ' કેટેગરીનું બહાનું

બીજી તરફ, દક્ષિણ ગોવાના કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, એડમિરલની વિગતો વર્ષ 2002 પછી સિસ્ટમમાં અપડેટ થઈ ન હોવાથી તેમનો સમાવેશ 'અનમેપ્ડ' (Unmapped) શ્રેણીમાં થયો હતો. નિયમ મુજબ આવા મતદારોની ભૌતિક ચકાસણી કરવી જરૂરી હોય છે. જોકે, અધિકારીઓએ હવે ખાતરી આપી છે કે તેઓ વ્યક્તિગત રીતે આ મામલે તપાસ કરશે અને એડમિરલનો સંપર્ક કરશે.

સોશિયલ મીડિયા પર ભભૂક્યો રોષ

આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સોશિયલ મીડિયા (Social Media) પર નેટીઝન્સ અને અન્ય નિવૃત્ત સૈન્ય અધિકારીઓએ ચૂંટણી પંચની ઝાટકણી કાઢી હતી. લોકો સવાલ કરી રહ્યા છે કે જે વ્યક્તિએ દેશની સેનાનું નેતૃત્વ કર્યું હોય, તેને ઓળખપત્ર માટે લાઈનમાં ઉભા રાખવા એ શરમજનક છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ પ્રોટોકોલ જાળવીને અધિકારીને એડમિરલના ઘરે મોકલે છે કે પછી નિયમોનું રટણ ચાલુ રાખે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે થયો જલાભિષેક
IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે થયો જલાભિષેક
Advertisement

વિડિઓઝ

Maha Shivratri 2026: હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો, વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Delhi Police: દિલ્લી પોલીસે આંતરરાષ્ટ્રીય સાઈબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો
Gujarat Weather Update : રાજ્યમાં લા- નીનો, બે વાવાઝોડાની અસરથી ઉનાળો શરૂ થશે મોડો
Anand News: ડંકી રૂટથી અમેરિકા જતા આણંદના યુવક-યુવતીના અપહરણનો કેસમાં 3 એજન્ટોની ધરપકડ
Hun To Bolish LIVE | 10 પછી DJ બંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે થયો જલાભિષેક
IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે થયો જલાભિષેક
તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડા પ્રધાન પદના લેશે શપથ, 13 દેશને મળ્યું આમંત્રણ, PM મોદી જશે બાંગ્લાદેશ?
તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડા પ્રધાન પદના લેશે શપથ, 13 દેશને મળ્યું આમંત્રણ, PM મોદી જશે બાંગ્લાદેશ?
Indian Student Death: અમેરિકામાં ગૂમ થયેલા વિદ્યાર્થી સાકેતનો 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ
Indian Student Death: અમેરિકામાં ગૂમ થયેલા વિદ્યાર્થી સાકેતનો 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ
AIના કારણે આઇટી સેક્ટરમાં થઇ મોટી છંટણી? સ્ટડીમાં મોટો ખુલાસો
AIના કારણે આઇટી સેક્ટરમાં થઇ મોટી છંટણી? સ્ટડીમાં મોટો ખુલાસો
IND vs PAK: ભારત અને પાકિસ્તાનના મેચમાં વરસાદ બનશે વિધ્નરૂપ? જાણો લેટેસ્ટ અપડેટ
IND vs PAK: ભારત અને પાકિસ્તાનના મેચમાં વરસાદ બનશે વિધ્નરૂપ? જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget