CM Yogi Adityanath Face Blur Fact Check: લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના અલગ-અલગ ભાગોમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન, કાશી વિશ્વનાથ મંદિરમાં પીએમ મોદીની પૂજા કરવાની 6 સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં પીએમ મોદી સાથે બેસેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ચહેરો ઝાંખો દેખાઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીના ચહેરાને હાઈલાઈટ કરવા માટે સીએમ યોગી આદિત્યનાથનો ચહેરો જાણીજોઈને ઝાંખો કરવામાં આવ્યો હતો.
ફોટાને જાણી જોઈને બ્લર કરવાનો દાવો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ચંદ્રશેખર શર્મા યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, "એક મહંતને દરવાજા પાસે બેસાડી તેનો ચહેરો પણ બ્લર કરી દેવામાં આવ્યો. ફોટોજીવીની આત્મમુગ્ધતાનો કોઈ અંત નથી! યોગી તો ગયા પાણીમાં." આ યુઝરે ફોટોના વિડિયો પર લખ્યું, ‘ ઝાંખો કરવામાં આવેલો ચહેરો ઉત્તર પ્રદેશના ભાવી પૂર્વ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. લોકસભા ચૂંટણી બાદ યૂપીનામ મુખ્યમંત્રીને હટાવવાના રુઝાન આવવા લાગ્યા છે." અહીં જુઓ પોસ્ટ.
આ વિડિયોને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, "એક મહંતને દરવાજા પર બેસાડી અને તેનો ચહેરો પણ ઝાંખો કરી દેવામાં આવ્યો હતો. ફોટોજીવીની આત્મમુગ્ધતાનો કોઈ અંત નથી!"
દાવાઓ ખોટા નીકળ્યા, જાણો સત્ય શું છે ?
આ વીડિયોની તપાસમાં જે ન્યૂઝ ચેનલના લોગોનો બતાવવામાં આવ્યો હતો તેનું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે. તે ન્યૂઝ ચેનલ તરફથી કહેવામાં આવ્યું એક ટ્રેન જર્નાલિસ્ટ દ્વારા સીએમ યોગીનો ચહેરો નહીં, પરંતુ ANIનો લોગોને ઝાંખો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે 5 સેકન્ડનો વીડિયો કાપીને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
તે ચેનલ દ્વારા ઘણી ફ્રેમ્સ પણ શેર કરવામાં આવી હતી, જેમાં પીએમ મોદીની સાથે સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ દેખાઈ રહ્યા છે. અહીં જુઓ અલગ-અલગ ફ્રેમવાળી પોસ્ટ.
નોમિનેશન પહેલા PMએ કાશી વિશ્વનાથમાં પૂજા કરી હતી
પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્કની તપાસમાં વાયરલ દાવાઓ ખોટા સાબિત થયા, પૂરા વીડિયોમાં માત્ર 6 સેકન્ડનો વીડિયો કાપીને તેને ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ ત્રીજી વખત વારાણસી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે. જેને લઈને તેમણે 14 મેના ત્યાંથી પોતાનું નામાંકન દાખ કર્યું હતું. નામાંકન દાખલ કરવાના એક દિવસ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં રોડ શો પણ કર્યો હતો. આ પછી, તેમણે રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીની સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી.
પીએમ મોદીએ પૂજાનો વીડિયો શેર કર્યો હતો
આ વીડિયોમાં પૂજા કરતી વખતે પીએમ મોદી અને સીએમ યોગી બંનેના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ સિવાય ન્યૂઝ એજન્સી ANIનો એક વીડિયો પણ જોવા મળ્યો જેમાં સીએમ યોગીના ચહેરા પર તેમનો લોગો દેખાઈ રહ્યો છે, પરંતુ જેમ જેમ વીડિયો આગળ વધી રહ્યો છે તેમ તેમ સીએમ યોગીનો ચહેરો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ બંને વીડિયોમાં પીએમ નરેંદ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ બંનેના ચહેરા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે.
નિર્ણય
સોશિયલ મીડિયા પર પીએમ મોદીની પૂજા કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીએમ યોગી આદિત્નાથ નો ચહેરો બ્લર જોવા મળી રહ્યો છે. તેને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગીનો ચહેરો જાણીજોઈને ઝાંખો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આવા તમામ દાવાઓ ખોટા હોવાનું જણાયું હતું.
Disclaimer: This story was originally published by PTI Fact Check, and translated by ABP Live as part of the Shakti Collective.