કોલકાતા:  દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે. સમગ્ર દેશની નજીર પશ્ચિમ બંગાળ વિધાનસભા પર છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી તેમનો ગઢ બચાવવામાં સફળ થશે કે ભારતીય જનતા પાર્ટી બાજી મારશે. મમતા બેનર્જી નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ભાજપે શુભેંદુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા હતા.


પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન થયું જ્યારે આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થયું. તમિલનાડુ, કેરળ અને પુડ્ડચેરીમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું.  2 મેના દિવસે પરિણામ આવશે.


સર્વેના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસીની સરકાર બની રહી છે. ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે નુકસાન થશે.