DMK MP DNV Senthilkumar News: સંસદના શિયાળુ સત્રની સાથે ગૃહમાં હંગામાની શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે કાર્યવાદી દરમિયાન ડીએમકેના સાંસદ સેંથિલકુમારે કરેલી ટિપ્પણીથી વિવાદ થયો છે. તેમણે ગૃહમાં ચર્ચા દરમિયાન કહ્યું, બીજેપીની ચૂંટણી જીતવાની શક્તિ મુખ્ય રૂપે હિન્દી ભાષી રાજ્યો સુધી જ મર્યાદીત છે, એમ કહું તો માત્ર ગૌમૂત્ર રાજ્યો સુધી મર્યાદીત છે, તમે લોકો દક્ષિણ ભારત આવી શકો નહીં.


સેંથિલ કુમાર આમ કહીને ભાજપની દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નિષ્ફળતા હાઇલાઇટ કરવા માંગતા હતા. આ પહેલી વખત નથી જ્યારે સેંથિલે કુમારે હિન્દી બેલ્ટની ગૌમૂત્ર સાથે સરખામણી કરી હોય. આ પહેલા પણ 2022માં નેશનલ એજ્યુકેશન પોલિસી પર બોલતી વખતે તેમણે ગૌમૂત્ર રાજ્યોને શબ્દ પ્રયોગ કર્યો હતો.






બીજેપી સાંસદે આપ્યો જવાબ


સેંથિલ કુમારના નિવેદન પર હંગામો મચ્યો હતો બીજેપી સાંસદ જગન્નાથ સરકારે તેના પર પ્રહાર કરતાં કહ્યું, બીજેપીને સમગ્ર દેશ સ્વીકારી ચુક્યો છે. જે ટિપ્પણીઓ કરી રહ્યા છે તેમને જ્ઞાન નથી. તેમને ભારતની સંસ્કૃતિની ખબર નથી. પરંતુ આપણને બધાને ખબર છે કે લોકો બીજેપી અને પીએમ મોદી પર ભરોસો કરી રહ્યા છે. તેઓ ભારતના જ નહીં આંતરરાષ્ટ્રીય નેતા બની ચુક્યા છે.


70 વર્ષ જૂની આદત જલદીથી નહીં છૂટે, જાણો 3 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત બાદ પીએમ મોદીએ કેમ આમ કહ્યું?