Lok Sabha Elections 2024: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના પતિ અને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે ચૂંટણી બોન્ડ મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું જ સૌથી મોટું કૌભાંડ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે.


ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બની જશે


ન્યૂઝ ચેનલ 'રિપોર્ટર ટીવી' સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું - મને લાગે છે કે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બની જશે. ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે.


આ મુદ્દાને કારણે આ સરકારને મતદારો દ્વારા કડક સજા કરવામાં આવશે
 
મને લાગે છે કે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત મુદ્દો આજે છે તેના કરતા વધુ મહત્વ મેળવશે. તે ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યું છે. હવે ધીમે ધીમે બધા સમજી રહ્યા છે કે આ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આવી સ્થિતિમાં, મને લાગે છે કે આ મુદ્દાને કારણે આ સરકારને મતદારો દ્વારા કડક સજા કરવામાં આવશે.


જાણો FM નિર્મલા સીતારમણના પતિ વિશે


નાણામંત્રીના પતિ પરકલા પ્રભાકર જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમણે 2014 થી 2018 સુધી આંધ્ર પ્રદેશ સરકારમાં સેવા આપી હતી, જ્યારે તેઓ સંચાર સલાહકાર પણ હતા. આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં 2 જાન્યુઆરી, 1959ના રોજ જન્મેલા પરકલા પ્રભાકર, વર્ષ 1991માં લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. આ સિવાય તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.


ચૂંટણી બોન્ડ દ્વારા સૌથી વધુ દાન કોને મળ્યું?


ચૂંટણી બોન્ડ દ્વારા, 2019 થી 1,27,69,08,93,000 રૂપિયા દેશના ઉદ્યોગોમાંથી રાજકીય પક્ષો અને વ્યક્તિગત સ્તરે કેટલીક વ્યક્તિઓને દાનમાં આપવામાં આવ્યા હતા. આ ખુલાસો ત્યારે થયો જ્યારે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તરફથી મળેલા ડેટાને વેબસાઈટ પર જાહેર કર્યો. માહિતી અનુસાર, રાજકીય પક્ષોએ પાંચ વર્ષમાં કુલ 20,421 ઈલેક્ટોરલ બોન્ડ કેશ કર્યા, જેમાંથી 12,207 1-1 કરોડ રૂપિયાના હતા; રૂ. 10 લાખના 5,366 બોન્ડ; 2,526 એક એક લાખ રુપિયાના હતા; 219 બોન્ડ દરેક 10-10 હજાર રુપિયાના અને 103 એક એક હજાર રુપિયાના હતા.