Coal Stock For Power: ગરમીના પારો ચઢવાની સાથે સાથે હવે દેશમાં વીજળી સંકટ ઘેરાતુ જાય છે. દેશમાં વીજળીની ડિમાન્ડ રેકોર્ડ સ્તરને પાર કરી ગઇ છે. હવે સ્થિતિ એ છે કે 85 પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ થવાનો છે. ભીષણ ગરમીની વચ્ચે દેશમાં વીજળી સંકટ હવે ભયાનક રૂપ લઇ રહ્યું છે. દેશમાં વીજળીની ડિમાન્ડ એટલી વધી ગઇ છે કે મંગળવારે વીજળની માંગનો એક નવો રેકોર્ડ જ બની ગયો. એક દિવસમાં વીજળીની સૌથી વધુ માંગ મંગળવારે 201.066 ગીગાવૉટ નોંધાઇ છે.
દેશમાં વીજળીની ડિમાન્ડની સ્થિતિ એ છે કે વીજળીની માંગનો એક નવો રેકોર્ડ બની ગયો અને આને ગયા વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. ગયા વર્ષ 200.539 ગીગાવૉટની માંગ નોંધવામાં આવી હતી, જ્યારે આ વર્ષ 201.066 ગીગાવૉટ નોંધાઇ છે. આ સ્થિતિ ત્યારે છે હાલમાં એપ્રિલનો મહિનો ખતમ નથી થયો. મે અને જૂનમાં માંગ વધીને 215-220 ગીગાવૉટ સુધી પહોંચી શકે છે.
દેશભરના 85 પાવર પ્લાનમાં કોલસાનો ખતરો ઉભો થઇ ગયો છે. આનાથી આવનારા સમયમાં વીજળીનો કાપ જોવા મળી શકે છે. પાવર પ્લાન્ટની ફરિયાદ છે કે રેલ રેકની કમીના કારણે કોલસો મળવામાં મોડુ થઇ રહ્યું છે.
આ પણ વાંચો........
Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન
Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો
ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત
Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ