Elon Musk Follow PM Modi: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના માલિક ઈલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરવાનું શરૂ કર્યું છે. આખી દુનિયામાં માત્ર 195 લોકો છે જેમને ઈલોન મસ્ક ફોલો કરે છે. ઈલોન મસ્ક પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જ્યારે પીએમ મોદીના ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા 87 મિલિયનથી વધુ છે.
પીએમ મોદી આ સોશિયલ સાઈટ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાંથી એક છે. જ્યારે તાજેતરમાં ઇલોન મસ્કના સૌથી વધુ ફોલોઅર્સ હોવાના સમાચાર સામે આવ્યા હતા. વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ગાયક જસ્ટિન બીબર જેવા દિગ્ગજોને પાછળ છોડીને આ સફળતા મેળવી છે. હવે ઈલોન મસ્કના ટ્વિટર પર 133 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. 2020 થી ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સની યાદીમાં બરાક ઓબામા ટોપ પર હતા.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે આપી માહિતી
ટ્વિટર પર લગભગ 450 મિલિયન માસિક સક્રિય યુઝર્સ છે. જ્યારે 133 મિલિયન યુઝર્સ ઈલોન મસ્કને ફોલો કરી રહ્યાં છે, એટલે કે કુલ સક્રિય યુઝર્સમાંથી 30 ટકા ટ્વિટરના માલિકને ફોલો કરી રહ્યાં છે. ઈલોન મસ્કે ઓક્ટોબર 2022માં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું, જ્યારે તેમની પાસે 110 મિલિયન યુઝર્સ હતા અને તે બરાક ઓબામા અને જસ્ટિન બીબર પછી ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા વ્યક્તિ હતા. જોકે તેના ફોલોઅર્સ માત્ર પાંચ મહિનામાં વધી ગયા છે અને તે 133 મિલિયનથી વધુ થઈ ગયા છે.
ઈલોન મસ્કે ઘણા ફેરફારો કર્યા
ટ્વિટર ખરીદ્યું ત્યારથી ઈલોન મસ્કએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો કર્યા છે. હજારો કર્મચારીઓની છટણીથી લઈને બ્લુ સબ્સ્ક્રિપ્શન માટે ચાર્જ લેવા સુધી ઘણા ફેરફારો જોવા મળ્યા છે. આ સાથે બિઝનેસ એકાઉન્ટ અને નોર્મલ એકાઉન્ટ માટે અલગ-અલગ ટિક માર્કસ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય તેણે હાલમાં જ પક્ષી કાઢીને એક કૂતરાને બતાવ્યું હતું.
Elon Musk: ઈલોન મસ્કે ટ્વિટર ઓફિસમાંથી સફાઈ કામદારોને કાઢી મુક્યા, કર્મચારીઓ પોતે લાવી રહ્યા છે ટોયલેટ પેપર!
Twitter Employees Bring Toilet Paper to Office: જ્યારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપની ટ્વિટર (Twitter)ની કમાન ઇલોન મસ્કના હાથમાં આવી છે, ત્યારથી કંપનીમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. ઈલોન મસ્ક કંપનીના ખર્ચમાં સતત ઘટાડો કરી રહ્યા છે, જેના કારણે તેઓ દરરોજ ઘણા મોટા ફેરફારો કરતા જોવા મળે છે. ઈલોન મસ્કે અડધાથી વધુ કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો, પરંતુ હવે ટ્વિટરની ઓફિસની હાલત ખરાબ થઈ રહી છે. કંપનીમાં બાકી રહેલા કર્મચારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ટોઇલેટમાં ટોઇલેટ પેપર નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્વિટર ઓફિસના બાથરૂમમાં ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. જેના કારણે કર્મચારીઓએ પોતાના ટોયલેટ પેપર સાથે ઓફિસે જવું પડે છે. સફાઈ કામદારોને કચેરીમાંથી છટણી કરવામાં આવતા આવી સ્થિતિ સર્જાઈ છે. કર્મચારીઓનું કહેવું છે કે ટોઇલેટમાં ટોઇલેટ પેપર પણ નથી. તે પોતાનું ટોઇલેટ પેપર લાવે છે.