Terrorists Attack In Budgam: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે.  એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મધ્ય કાશ્મીર જિલ્લાના મગામના રેડબાગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. એક અધિકારીએ કહ્યું કે જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર ચાલુ છે અને હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.


જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા


આ પહેલા 28 ડિસેમ્બરે જમ્મુની બહારના સિદ્રામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન જમ્મુના ADGP મુકેશ સિંહે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર હતા, ત્યારબાદ સર્ચ ઓપરેશનમાં ત્રણેય આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.






આતંકવાદીઓ ટ્રકમાં છુપાયેલા હતા


અધિકારીએ જણાવ્યું કે તલાશી દરમિયાન એક શંકાસ્પદ ટ્રક જોવામાં આવ્યો.  ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે ટ્રકમાં છુપાયેલા ત્રણેય આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.


આતંકવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન


જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ઓલ આઉટ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી શોધીને મારી રહ્યા છે.