અગ્રસેન ગેહલોત અનુપમ કૃષિ કંપનીના માલિક છે અને કસ્ટમ વિભાગે તેમના પર કાર્યવાહી કરી હતી. તે સિવાય તેમની કંપની પર સાત કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી હતી.
આ સિવાય ઈડીએ ખાતર કૌભાંડ મામલે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીમાં તપાસ શરૂ કરી છે. અગ્રસેન ગેહલોત ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને તે સિવાય પૂર્વ સાંસદ બદ્રી રામ જાખડના ઘર પર પમ ઈડીએ દરોડા પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 2017માં અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતનું નામ રાસાયણિક ખાતર કૌભાંડમાં સામે આવ્યું હતું. તેમના પર આરોપ હતો કે તેમણે વર્ષ 2007થી 2009 વચ્ચે ખેડૂતોના હક છીનવીને ખાનગી કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. ત્યારે અશોક ગેહલોત રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી હતા.