નવી દિલ્હી: કેંદ્રની મોદી સરકાર-2નું એક વર્ષ પૂર્ણ થતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સરકારનું એક વર્ષનું કામ ઐતિહાસિક અને છ વર્ષમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમં તેમણે કહ્યું પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા વધી છે અને દેશ તેમની સાથે ઉભો છે. કોરોના સંકટમાં પીએમ મોદી આગળ વધીને કામ કર્યું અને યોગ્ય સમય પર નિર્ણય કર્યો. તેમણે કહ્યું લોકડાઉન ફેલ નથી થયું.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું ડબલિંગ રેટ ઓછો થયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્દેશ પહેલા જ તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. દેશ કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર છે. 90 લાખ લોકોને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે અને તમામ રાજ્ય સરકારને ભરોસામાં લેવામાં આવી છે. મજૂરોને સમસ્યા કલ્પના ન કરી શકાય તેવી હતી. ભારત આત્મનિર્ભર બનવા તરફ છે.
કૉંગ્રેસ પર નિશાન સાધતા જેપી નડ્ડાએ કહ્યું કે અટકાવવું,લટકાવવું અને ભટકાવવું કૉંગ્રેસનું કામ છે. તે સંકટના સમયમાં પણ રાજનીતિ કરે છે. તેમણે કહ્યું ભાજપે મધ્યપ્રદેશમાં તોડજોડ નથી કર્યું. ત્યાં કૉંગ્રેસ પોતાનું ઘર ન સંભાળી શકી.
મહારાષ્ટ્રમાં શિવસેનાએ દગો કર્યો-જેપી નડ્ડા
મહારાષ્ટ્રમાં ગત વર્ષે થયેલી રાજકીય ખેંચતાણ પર જેપી નડ્ડાએ કહ્યું મહારાષ્ટ્રમાં અમારી સાથે દગો થયો છે. ખુરશી માટે શિવસેનાએ દગો કર્યો. શિવસેના સાથે સીએમ પદ પર વાત નહોતી થઈ. આ સિવાય જમ્મુ કાશ્મીરમાંથી 370 ખત્મ કરવાના નિર્ણય પર તેમણે કહ્યું હવે તે વિકાસના પથ પર છે. જ્યારે રામ મંદિરના મુદ્દા પર તેમણે કહ્યું આ મુદ્દો શાંતિથી હલ કરવામાં આવ્યો.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું મોટુ નિવેદન, કહ્યું - દેશ પર આવી પડેલી કોરોનાની આફત વચ્ચે કૉંગ્રેસ કરે છે રાજનીતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2020 10:04 PM (IST)
કેંદ્રની મોદી સરકાર-2નું એક વર્ષ પૂર્ણ થતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સરકારનું એક વર્ષનું કામ ઐતિહાસિક અને છ વર્ષમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -