પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થતાં 7 કામદારોના મોત થયા છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કામગીરી ચાલી રહી છે.
કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે, જેના કારણે રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે તેઓ સંભવિત કારણોની તપાસ કરી રહ્યા છે. ખાણમાં કામ કરી રહેલા કામદારોના પરિવારજનોને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે.
વાદુલીયા ખાણમાં વિસ્ફોટ થયો હતો
મળતી માહિતી મુજબ, સોમવારે બીરભૂમની વાદુલીયા કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા સાત મજૂરોના મોત થયા હતા અને અન્ય ઘણા મજૂરો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત તમામ મજૂરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના બીરભૂમના ખોરાશોલ બ્લોકના લોકપુર પોલીસ સ્ટેશન હેઠળના વાદુલીયા ગામમાં બની હતી. સોમવારે વાદુલીયામાં ગંગારામચક માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડ કોલિયરી (GMPL)માં કોલસાના ક્રશિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કામદારોના મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા. શરૂઆતમાં એવું માનવામાં આવે છે કે કોલસાની ખાણમાં વિસ્ફોટ બેદરકારીના કારણે થયો હતો, માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, ઘાયલોને બચાવીને સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈ સ્થળ પર લોકો ઉમટી પડ્યા છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલમાં તો રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે તેઓ સંભવિત કારણોની તપાસ કરી રહ્યા છે. પોલીસ તપાસ બાદ સામે આવશે કે કોલસાની ખાણમાં ક્યાં કારણોસર વિસ્ફોટ થયો હતો.