Facebook, Instagram Outage: મેટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મંગળવારે ડાઉન થયા હતા. દુનિયાભરના યૂઝર્સે જણાવ્યું કે એપ યોગ્ય કરી કામ નથી કરી રહી. વિશ્વભરના વપરાશકર્તાઓને મુખ્ય સુવિધાઓને ઍક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ સમસ્યા ખાસ કરીને અમેરિકામાં જોવા મળે છે.
ટેક કંપની મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મંગળવારે (25 માર્ચ) સવારે 9 વાગ્યાથી આઉટેજની ફરિયાદો નોંધવામાં આવી રહી છે.
DownDetector મુજબ, વિશ્વભરના ઘણા Facebook અને Instagram વપરાશકર્તાઓ વેબ અને એપ બંને વર્ઝન પર ફીડ્સને એક્સેસ કરવામાં અને રિફ્રેશ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું કે તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરી શકતા નથી.
DownDetector.in એ એક પ્લેટફોર્મ છે જે રીઅલ ટાઇમમાં વેબસાઇટ્સ અને ઑનલાઇન સેવાઓના આઉટેજને ટ્રેક કરે છે. આ પહેલા 6 દિવસ પહેલા પણ (19 માર્ચ) બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. ડાઉનડિટેક્ટરે કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે સંઘર્ષ કરી રહેલા યૂઝર્સમાં વધારો નોંધાયો હતો. જેમાં Instagram કોમેન્ટ વિભાગ સૌથી વધુ પ્રભાવિત થયું છે.
આઉટેજ IST સાંજે 6:30 વાગ્યે શરૂ થયો, જેના કારણે વપરાશકર્તાઓ તેમની પોસ્ટ પર કોમેન્ટ જોવામાં અસમર્થ હતા. સ્ટોરીઓ અને તસવીરો પર એન્ગેજમેન્ટ જોવા મળી રહ્યું છે, પરંતુ કોમેન્ટ ગાયબ છે. ફેસબુક વપરાશકર્તાઓને પણ વિક્ષેપોનો સામનો કરવો પડ્યો.
અત્યાર સુધી મેટાએ આ આઉટેજ પર કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, જેનાથી વપરાશકર્તાઓ ગુસ્સે થઈ ગયા છે અને જવાબો શોધી રહ્યા છે. ઘણા લોકો તેમની ફરિયાદો અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રસારિત કરી રહ્યા છે, જે આ સમસ્યાની વ્યાપક અસર દર્શાવે છે. આઉટેજનું કારણ હાલમાં જાણી શકાયું નથી અને તે ક્યારે ઠીક થશે તે પણ જાણી શકાયું નથી. આઉટેજ ચાલુ હોવાથી, વપરાશકર્તાઓને અપડેટ્સ માટે મેટાની સત્તાવાર ચેનલો પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.