Fact Check, મહાકુંભ ભાગદોડના આરોપીઓના પકડાવવાના દાવાથી સ્ક્રિપ્ટેડ વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં, બે પોલીસકર્મીઓ કેદીઓના પોશાક પહેરેલા ત્રણ યુવાનોને પકડી રાખે છે. તે યુવાનોના હાથ દોરડાથી બાંધેલા છે

CLAIM
આ વીડિયો મહાકુંભમાં થયેલી ભાગદોડના આરોપીઓનો છે, જેમની પોલીસે ધરપકડ કરી છે.
FACT CHECK
વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. વીડિયોમાં દેખાતા યુવાનો સ્વતંત્રતા સેનાનીઓના પોશાક પહેરેલા હતા. આ દ્વારા તેમનો ઉદ્દેશ્ય શહીદોના યોગદાનને યાદ કરાવવાનો હતો.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં 28 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 1.30 વાગ્યે ભાગદોડ મચી ગઈ. સરકારી આંકડાઓ અનુસાર, આ ભાગદોડમાં 30 લોકો માર્યા ગયા હતા અને લગભગ 60 લોકો ઘાયલ થયા હતા.
આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાકુંભમાં ભાગદોડના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. BOOM એ તપાસ કરી અને જાણવા મળ્યું કે આ વીડીયો સ્ક્રિપ્ટેડ હતો અને ભાગદોડ પહેલા શૂટ કરવામાં આવ્યો હતો.
વાયરલ વીડિયોમાં, બે પોલીસકર્મીઓ કેદીઓના પોશાક પહેરેલા ત્રણ યુવાનોને પકડી રાખે છે. તે યુવાનોના હાથ દોરડાથી બાંધેલા છે.
ફેસબુક વીડિયો શેર કરતી વખતે, યૂઝરે લખ્યું, 'કુંભમાં ભાગદોડ મચાવનારાઓ મળી ગયા છે.'

ફેક્ચ ચેકઃ આ વીડિઓ સ્ક્રિપ્ટેડ કૉન્સેપ્ટનો ભાગ છે
જ્યારે અમે તપાસ કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે મહાકુંભમાં ભાગદોડના આરોપીઓની ધરપકડ અંગે મીડિયામાં કોઈ સમાચાર નહોતા.
વીડિયો જોતાં અમને જાણવા મળ્યું કે યુવાનોના યૂનિફોર્મમાં સ્વતંત્રતા સેનાની રાજગુરુ, ભગત સિંહ અને સુખદેવના નામ લખેલા હતા. આનાથી અમને શંકા થઈ કે વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે.

સત્ય જાણવા માટે અમે વીડિઓના મુખ્ય ફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરી. આ દ્વારા અમને bablu_birasat નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સંબંધિત એક વીડિયો મળ્યો. અહીં આ વીડિયો 23 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો હતો. એ સ્પષ્ટ હતું કે આ વીડિયો મહાકુંભમાં ભાગદોડ પહેલાનો છે.
View this post on Instagram
વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે યુવાનો જાગૃતિ ફેલાવવા માટે સ્વતંત્રતા સેનાનીઓના પોશાક પહેરીને મહાકુંભની મુલાકાત લઈ રહ્યા હતા. આમાં યુવાનો 'અબ તુમ્હારે હવાલે વતન સાથીયો' ગાતા પણ જોઈ શકાય છે.
વીડિયોમાં, એક વ્યક્તિ તેને આ પોશાકનું કારણ પૂછે છે, જેના જવાબમાં સુખદેવનો પોશાક પહેરેલો યુવક કહે છે કે 26 જાન્યુઆરી આવી રહી છે... આપણા દેશના યુવાનો ભૂલી ગયા છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. તેમની યાદમાં, અમે અહીં ગંગા કિનારે એક પદયાત્રાનું આયોજન કર્યું છે.
તેઓ ક્યાંથી આવ્યા તેના જવાબમાં, યુવકે કહ્યું કે તેઓ સોરાઓન તાલુકાના હરિસેનગંજ ગામના રહેવાસી છે. તેમની પાસે 'ડિકી બારી' નામની યુટ્યુબ ચેનલ પણ છે.
વધુ તપાસ માટે, અમે તેમની યુટ્યુબ ચેનલ ડિકી બારીની મુલાકાત લીધી. ત્યાં અમને આને લગતા વધુ વીડિઓઝ મળ્યા. એક વીડિયોમાં, જ્યારે એક પત્રકારે યુવાનોને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ મહાકુંભમાં આવેલા લાખો લોકોને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન વિશે યાદ અપાવવા માંગે છે.
બીજા વીડિયો મુજબ, આ ઘટના 20 જાન્યુઆરીની છે. તેમણે પ્રયાગરાજના ટોલ ગેટથી આ યાત્રા શરૂ કરી હતી અને સમગ્ર મહાકુંભ મેળાની મુલાકાત લીધી હતી. આને લગતો બીજો વીડીયો અહીં જોઈ શકાય છે.
આ ચેનલના વર્ણન મુજબ, તેઓ કૉમેડી વીડિયો બનાવે છે. આના પર ઉપલબ્ધ બીજા વિડીયોમાં, સુખદેવની ભૂમિકા ભજવતો યુવાન જોઈ શકાય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સ્ક્રિપ્ટેડ કોન્સેપ્ટ પર આધારિત એક અસંબંધિત વીડિઓ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક Boomએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)





















