કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક ખબર જોરશોરથી વાયરલ થઇ રહી છે કે, પુડુચેરી વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ કોરોનાની દેશી દવા શોધી લીધી છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા whoએ પણ આ દવાને સ્વિકૃતિ આપી દીધી છે. તો આ વાયરલ ખબરમાં કેટલી સત્યતા છે જાણીએ...
કોરોનાની મહામારીમાં અનેક એવી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જેમાં અફવા વધુ હોય છે. આવી જ એક પોસ્ટ હાલ જોરશોરથી વાયરલ થઇ છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પુડુચેરી વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ કોરોનાની દવા શોધી લીધી છે અને તેને whoની સ્વીકૃતિ પણ મળી ગઇ છે.
પુડુચેરીના વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે, આ ઘરેલુ ઉપચારથી કોવિડ-19ને ઘરે બેઠા માત આપી શકાય છે. આ વાયરલ ખબરમાં મરી, મધ, આદુના મિશ્રણથી કોરોના સંક્રમણને દૂર કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.
આ મેસેજ વાયરલ થયા બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, દાવો ખોટો છે. મધ, મરી અને આદુથી કોરોનાના સંક્રમણને મટાડી શકાય તેવો કોઇ કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ટૂંકમાં આ વાયરલ માહિતીમાં કરવામાં આવી રહેલો દાલો સંપૂર્ણ ખોટા પૂરવાર થયો છે.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.