CLAIM : દિલજીત દોસાંઝે પ્રયાગરાજ મહાકુંભના સંદર્ભમાં યોગી સરકારની પ્રશંસા કરી.

Continues below advertisement

Fact Check: BOOM ને જાણવા મળ્યું કે દિલજીત દોસાંઝે તેમના 'DIL-LUMINATI India Tour' ના ભાગ રૂપે 22 નવેમ્બર, 2024 ના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં એક કોન્સર્ટ કર્યો હતો. દિલજીતે યોગી સરકારના સારા સંચાલન માટે પ્રશંસા કરી હતી.

Fact Check: પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝનો એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ યુપી સરકાર અને વહીવટીતંત્રની પ્રશંસા કરતા જોવા મળે છે. યુઝર્સ વીડિયો સાથે દાવો કરી રહ્યા છે કે તેમણે પ્રયાગરાજ મહાકુંભ માટે યોગી સરકારની પ્રશંસા કરી છે. BOOM એ તપાસ કરી અને શોધી કાઢ્યું કે આ દાવો ભ્રામક છે. દિલજીત દોસાંઝે 9 ફેબ્રુઆરીના રોજ એક લાઈવ વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે નવેમ્બર 2024માં લખનૌમાં તેમના લાઈવ કોન્સર્ટ માટે યુપી સરકારની પ્રશંસા કરી હતી.

Continues below advertisement

એક  યુઝરે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું, 'દિલજીત હવે મહાકુંભના ઉત્તમ સંચાલન માટે સીએમ યોગીજીની પ્રશંસા કરી રહ્યા છે.' હવે આ *** અને ડાબેરીઓ માટે ખૂબ જ પીડાદાયક હશે.

 

(આર્કાઈવ લિંક)

ફેક્ટ ચેક

વાયરલ વીડિયો દિલજીતના લાઈવ વીડિયોમાંથી કાપવામાં આવ્યો છે

BOOM એ શોધી કાઢ્યું કે આ વીડિયો ક્લિપ દિલજીતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરના લાઈવ વીડિયોમાંથી કાપવામાં આવ્યો છે. આમાં, તેઓ નવેમ્બર 2024 માં યોજાયેલા તેમના લાઇવ કોન્સર્ટ પછી યુપી સરકાર અને વહીવટની પ્રશંસા કરી રહ્યા છે. તેનો મહાકુંભ 2025 સાથે કોઈ સંબંધ નથી.

વાયરલ દાવાની પુષ્ટિ કરવા માટે બૂમ દ્વારા મીડિયા રિપોર્ટ્સ તપાસવામાં આવ્યા. દિલજીત દોસાંજે પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે યુપી સરકારની પ્રશંસા કરી હોવાના દાવાને સમર્થન આપતો કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલ અમને મળ્યો નથી.

આ પછી અમે દિલજીત દોસાંઝનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યું. જેમાં 9 ફેબ્રુઆરી, 2024 ના રોજ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલ એક લાઇવ વિડિયો મળ્યો. એક ટૂલની મદદથી, 39 મિનિટ 47 સેકન્ડનો આ લાઇવ વિડીયો ડાઉનલોડ કર્યો અને પછી તેને સાંભળ્યો. જેમાં જાણવા મળ્યું કે આ વાયરલ વીડિયો આમાંથી કાપવામાં આવ્યો છે.

લખનૌમાં આયોજિત કોન્સર્ટ માટે દિલજીતે યુપી પ્રશાસનની પ્રશંસા કરી હતી

આ લાઈવ વીડિયો દરમિયાન, એક યુઝરે તેમને લખનૌમાં એક શો કરવાનું કહ્યું, જેના જવાબમાં તેમણે કહ્યું કે તેમણે લખનૌમાં એક શો કર્યો છે. દિલજીત દોસાંઝ કહે છે, "યુપી તો, હું યુપી પ્રશાસનનો ખાસ આભાર માનવા માંગુ છું. બધું અદ્ભુત હતું, વ્યવસ્થા સારી હતી. વહીવટીતંત્રે તેમને ખૂબ ટેકો આપ્યો. યાર, મારો મતલબ છે કે, યુપી અને લુધિયાણામાં શ્રેષ્ઠ વ્યવસ્થા હતી." મૂળ વિડિયોનો આ ભાગ અહીં પણ સાંભળી શકાય છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલજીત દોસાંઝે તેમના 'DIL-LUMINATI' ભારત પ્રવાસના ભાગ રૂપે 22 નવેમ્બર 2024 ના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં એક કોન્સર્ટ કર્યો હતો. કોન્સર્ટ પછી, તેમણે યુપી સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા સંચાલનની પણ પ્રશંસા કરી.

કોન્સર્ટના બીજા દિવસે, 23 નવેમ્બર, 2024 ના રોજ, દિલજીત દોસાંઝે X પર પોસ્ટ કરી અને લખ્યું, "ખૂબ ખૂબ આભાર. યુપીમાં શ્રેષ્ઠ વ્યવસ્થા મળી. હું ચાહક બની ગયો. ખૂબ જ આદરણીય યજમાન." આના જવાબમાં યુપી પોલીસે પણ દિલજીત દોસાંઝનો આભાર માન્યો.

 

દિલજીતે 9 ફેબ્રુઆરી 2024 ના રોજ પોતાના લાઈવમાં મહાકુંભનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

Claim:  દિલજીત દોસાંઝે પ્રયાગરાજ મહાકુંભના સંદર્ભમાં યોગી સરકારની પ્રશંસા કરી.

Claimed By: Facebook and X users

Fact Check: False

(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક BOOM એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)