નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંથી ઘણી ભ્રામક હોય છે.  જેઈઈ મેઈનની બાકીની બે પરીક્ષાની તારીખો જાહેર થતા  મેડિકલ નીટની તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને જે ૫મી સપ્ટેમ્બરે લેવાશે તેવી ખોટી અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી.જેને લઈને વિદ્યાર્થીો-વાલીઓ મુંઝાયા હતા.આ  બાબતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પલ્બિક નોટિસ જાહેર કરીને વિદ્યાર્થીઓ-વાલીઓને ચેતવ્યા છે અને આવી અફવાથી દૂર રહેવા જણાવ્યુ છે.


જેઈઈ મેઈન, નીટ સહિતની રાષ્ટ્રીય પરીક્ષાઓ લેનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના નામથી બનાવટી નોટિસ સોશિયલ મીડિયામાં ફરતી થઈ ગઈ છે અને જેમાં યુજી મેડિકલ નીટ ૫મી સપ્ટેમ્બરે લેવાશે તેવી માહિતી પણ જાહેર થતા વિદ્યાર્થીઓ-વાલીઓમાં મોટી મુંઝવણ ઉભી થઈ છે.આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને જાણ થતા એજન્સી દ્વારા પબ્લિક નોટીસ જાહેર કરીને વિદ્યાર્થીઓ-વાલીઓને આવી અફવાથી દૂર રહેવા જણાવ્યુ હતું.


પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું એનટીએ દ્વારા કોઈ પણ તારીખ હજુ સુધી નક્કી થઈ નથી. નીટની તારીખ નક્કી કરવા હાલ સંબંધીત સંસ્થાઓ-લોકો સાથે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. તારીખ ફાઈનલ થયા બાદ વિધિવત રીતે એનટીએની વેબસાઈટ પર જાહેર કરવામા આવશે.જેથી વિદ્યાર્થીઓ-વાલીઓએ વેબસાઈટ જોતા રહેવુ અને  આ બનવાટી નોટિસને ધ્યાનમા ન લેવી તેમજ આવી અફવાઓ-ફેક નોટિસથી સાવચેત રહેવું




ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 13મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કેસ નોંધાયા હતા ને 45,254 લોકો સાજા થયા હતા. જ્યારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે. હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું  કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI