PIB Fact Check: યૂટ્યૂબ પર હાલમાં એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર તમામ મહિલાઓના બેંક ખાતામાં ‘પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના’ અંતર્ગત 2.20 લાખ રૂપિયા જમા કરાવી રહી છે. જો આ પ્રકારનો કોઈ મેસેજ તમારી પાસે આવ્યો હોય તો તમારે સાવધાન થવાની જરૂર છે. કેન્દ્ર સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે જ્યારે આ દાવા અને વાયરલ વીડિયોની તપાસ કરી તો સત્ય સામે આવ્યું.


પીઆઆબી Fact Checkએ કહ્યું કે, આ વાયરલ મેસેજ ફેક છે. પીઆઆબી ફેક્ટ ચેકમાં સત્ય સામે આવ્યું છે. પીઆઆબીએ કહ્યું કે, જો તમારી પાસે આવો કોઇ વાયરલ મેસેજ આવે છે તો તેમાં કોઈ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. પહેલા એ મેસેજની વિશ્વસનીયતા પારખવી એણ તર જ વિશ્વાસ ન કરવો. આ વાયરલ નેસેજને લઈને પીઆઈબીએ કહ્યું કે, આ મેસેજ નકલી છે અને સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી નથી રહી.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.