Fact Check: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને આતિશીના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવવાનો જૂનો વીડિયો વાયરલ
Fact Check: લગભગ એક વર્ષ પહેલા, શ્રી નિવાસપુરી વોર્ડની મહિલાઓએ ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થઈને અરવિંદ કેજરીવાલ અને આતિશીના સાઇનબોર્ડ કાળા કરી દીધા હતા. તે ઘટનાનો વીડિયો હવે દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

Fact Check: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન 5 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલીક મહિલાઓ આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેનાના સાઇનબોર્ડ પર કાળા રંગ લગાવતી જોઈ શકાય છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને શેર કરીને કહી રહ્યા છે કે આ તાજેતરનો છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં, વાયરલ વીડિયો લગભગ એક વર્ષ જૂનો હોવાનું બહાર આવ્યું. હકીકતમાં, ફેબ્રુઆરી 2024 માં, કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં સ્થાનિક મહિલાઓએ ગંદા પાણીની સમસ્યા સામે પ્રદર્શન કર્યું હતું. તે સમયનો વીડિયો દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે જોડતો શેર કરવામાં આવી રહ્યો છે.
વાયરલ પોસ્ટ
X યૂઝર ocean jain એ 5 ફેબ્રુઆરી, 2025 ના રોજ એક વિડિયો પોસ્ટ કર્યો (આર્કાઈવ લિંક) અને લખ્યું,
“કેજરીવાલ અને આતિશીના ચહેરા કાળા કરીને
દિલ્હીના લોકોએ ચૂંટણી પરિણામ જાહેર કરી દીધું છે.
केजरीवाल और आतिशी के मुंह पर कालिख पोतकर
— ocean jain (@ocjain4) February 5, 2025
दिल्ली की जनता ने इलेक्शन का रिजल्ट बता दिया
😂😂 pic.twitter.com/zwRYH0BqTs
ફેસબુક યુઝર 'નિર્વિકાર સિંહ' એ પણ 5 ફેબ્રુઆરીના રોજ આ વિડીયો શેર (આર્કાઈવ લિંક) શેર કર્યો હતો, તેને ચૂંટણી સાથે જોડ્યો હતો.

ફેક્ટ ચેક
વાયરલ દાવાની પુષ્ટિ કરવા માટે, અમે વિડિયોનો સ્ક્રીનશોટ લીધો અને તેને ગૂગલ લેન્સથી તપાસ્યો. રોહિણીના ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ 28 ફેબ્રુઆરી 2024 ના રોજ આ વીડિયો શેર કરતી વખતે લખ્યું હતું કે શ્રી નિવાસપુરી વોર્ડના ઘરોમાં છેલ્લા 15 દિવસથી ગંદુ પાણી ભરાઈ ગયું છે. જ્યારે તેમની ફરિયાદ સાંભળવામાં ન આવી ત્યારે ત્યાંની મહિલાઓ ગુસ્સે થઈ ગઈ.
The people of Delhi put immense trust in the AAP government. They gave them full majority.
— Vijender Gupta (@Gupta_vijender) February 28, 2024
But what did they get in return? A life in hell.
Women of Shri Nivas Puri Ward erupt in anger
For the last 15 days, their homes have been invaded by sewer water, and there is nobody… pic.twitter.com/r1pjVRfOUn
દિલ્હી ભાજપના સચિવ હરીશ ખુરાનાએ પણ 28 ફેબ્રુઆરીએ આ વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ શ્રી નિવાસપુરી વોર્ડમાં ગંદા પાણીથી પરેશાન લોકોનો ગુસ્સો હતો.
.@AamAadmiParty और उनके मंत्रियों ने दिल्ली की जनता का जीवन नर्क बना दिया है।
— Harish Khurana (@HarishKhuranna) February 28, 2024
श्री निवासपुरी वार्ड में पिछले 15 दिन से सीवर का गंदा व बदबूदार पानी उनके घरों में घुसा है, और आप जनता की सैकड़ों शिकायत पर भी वहां नहीं गईं ।
आज श्री निवासपुरी वार्ड की महिलाओं ने @ArvindKejriwal और… pic.twitter.com/kqlln7ploi
સંબંધિત સમાચાર ETV ભારત વેબસાઇટ પર કીવર્ડ સાથે સર્ચ કરીને પણ જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, કાલકાજી વિધાનસભા મતવિસ્તારના પ્રિયા કેમ્પના લોકો તેમના ઘરોમાં ગંદા પાણી ભરાઈ જવાથી પરેશાન છે. ઘણા સમયથી વસાહતમાં ગંદા પાણી ભરાયેલા હોવાની ફરિયાદ હતી. આનાથી ગુસ્સે ભરાયેલી મહિલાઓએ અરવિંદ કેજરીવાલ અને આતિશીના સાઇનબોર્ડ પર કાળો કલર લગાવ્યો. આતિશી અહીંથી ધારાસભ્ય છે.

આ અંગે, દૈનિક જાગરણના દિલ્હી સ્ટેટ બ્યુરોના મુખ્ય સંવાદદાતા વીકે શુક્લા કહે છે કે આ વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે, જ્યારે અહીં મતદાન 5 ફેબ્રુઆરી 2025 ના રોજ થયું હતું.
દૈનિક જાગરણની વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, 5 ફેબ્રુઆરીએ દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી દિલ્હીમાં 60.45 ટકા મતદાન થયું છે.

અમે ફેસબુક યુઝરની પ્રોફાઇલ સ્કેન કરી જેણે દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો જૂનો વિડીયો શેર કર્યો હતો. યૂઝર રાજકીય પક્ષથી પ્રભાવિત છે.
નિષ્કર્ષ: લગભગ એક વર્ષ પહેલા, શ્રી નિવાસપુરી વોર્ડની મહિલાઓ, ગંદા પાણીની સમસ્યાથી પરેશાન હતી, તેમણે અરવિંદ કેજરીવાલ અને આતિશીના સાઇનબોર્ડ કાળા કરી દીધા હતા. તે ઘટનાનો વીડિયો હવે દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક vishvasnewsએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)





















