Fact Check:  હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ ત્રીજી લહેરની સંભાવનાને જોતા લોકડાઉન લગાવાવની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર જે તસવીર પોસ્ટ કરવામાં આવી રહી છે તે એક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ છે.તેમાં એક બાજુ પીએમ મોદીની તસવીર છે અને બીજી બાજુ લખ્યું છે કે, કાલથી સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત. તેની સાથે જ એ પણ લખવામાં આવ્યું છે કે, અચાનક પીએમ મોદીએ કરી મોટી જાહેરાત. જ્યારે આ સમાચારને સાવધાનીથી ક્લિક કરશો તો જોવા મળશે કે આ વીડિયોમાં કોરોનાના ડેલ્ટા, બીટા અને ગામા વેરિઅન્ટ વિશે સમાચાર બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ વીડિયો ચલાવતા પહેલા જે થમ્પનેલ છે તેમાં લખ્યું છે કે, પીએમ મોદીએ આવતીકાલે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. તમને જણાવીએ કે પીએમ મોદીએ આવી કોઈપણ જાહેરાત કરી નથી.


ન્યૂઝ ચેનલના લોકોનો થયો ખોટો ઉપયોગ


આ વીડિયોની તપાસ કરતાં ખબર પડી કે પીએમે આ મામલે હાલના દિવસોમાં કોઈ એવી જાહેરાત નથી કરી. ગૂગલ રિવર્સ સર્ચમાં પણ આ પ્રકારની કોઈ જાહેરાત પીએમ દ્વારા નથી કરવામાં આવી. આવો એક થમ્બનેલ છે જેમાં પીએને બ્રિક્સ સમ્મેલમાં એ કહેતા બતાવવામાં આવ્યા છે કે, આતંકવાદનું સમર્થન કનાર દેશોને દોષીત ગણવાની જરૂરત છે. આ પ્રકારનું કોઈ ભાષણ પણ નથી આપવામાં આવ્યું. વાયરલ પોસ્ટ પૂરી રીતે ખોટી છે. ન્યૂઝ ચેનલોના વીડિયો અને તેના Logoનો દુરુપયોગ કરીને આ ફેક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે. જ્યારે આવી કોઈ જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી નથી.


દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી


ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત સાતમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43.071 નવા કેસ આવ્યા હતા અને 42,352 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 723 સંક્રમિતોના મોત થયા હતા.   


 દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 4 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ  87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 97 લાખ 77 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 15 લાખ 22 હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.