નવી દિલ્લીઃ PoK માં ઘુસીને જેવી રીતે ભારતે આતંકવાદીઓને ઠાર કર્યા ત્યાર બાદ પાકિસ્તાનમાં ખલબલી મચી છે. પાકિસ્તાની મીડિયામાં સતત ખોટા સમાચાર અને ખોટી તસ્વીરો દેખાડવામાં આવે છે. જેમાં ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે કે આટલા ભારતીય સેનિકોને મારવામાં આવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. હવે આના પર ભારતીય સેનાનું નિવેદન આવ્યું છે. ભારતની સેનાએ પાકિસ્તાની ચેનલો પર ચાલી રહેલા ખોટા સમાચરોનું ખંડન કરવામાં આવ્યુ છે.
પાકિસ્તાન મીડિયા ચેનલોમાં ભારતીય સેનિકોની ડેડબૉડીના ખોટા વીડિયો દેખાડવામાં આવી રહ્યા છે. જેના દ્વારા દાવો કરવામા આવી રહ્યો છે કે,ભારતીય સેનાના જવાનોની હત્યા પાકિસ્તાની સેનાએ કરી છે. આવી ખોટી અને મોફ કરેલી તસ્વીરો સોશિયલ મીડિયામાં પર પણ શેર કવરામાં આવી રહી છે. ભારતીય સેનાએ તેનું જોરદાર વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ તમામ સમાચાર ખોટા છે. આ બ્લેક પ્રોપેગન્ડાનું ઉદાહરણ છે. સેનાએ અપિલ પણ કરી છે કે, આ પ્રકારના ફોટા અને અને વીડિયો ક્યાંય શેર કવરામાં ના આવે. જેનાથી દેશમાં ડરનો માહોલ બને.