નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે દેશભરમાં ચક્કાજામનું એલાન આપ્યું છે. દેશના અનેક ભાગમાં ખેડૂતોએ પ્રદર્શન કર્યું અને રસ્તા પર ચક્કાજામ કર્યું. તેની વચ્ચે ભારતીય કિસાન યુનિયન પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે, અમે કાયદાને રદ કરવા માટે સરકારને 2 ઓક્ટોબર સુધીનો સમય આપીએ છીએ. તેના બાદ અમે આગળની પ્લાનિંગ કરીશું.


તેમણે કહ્યું કે, અમે દબાણમાં સરકાર સાથે ચર્ચા નહીં કરીએ. તેમણે ફરી એકવાર કહ્યું કે, માત્ર ત્રણ કાયદાની વાપસી બાદ જ અમે પોતાના ઘરે પરત જઈશું.


રાકેશ ટિકૈતે કહ્યું કે, જ્યાં સુધી ત્રણ કાયદાની વાપસી અને એમએસપીને કાયદાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે પરત નહીં જઈએ. સમગ્ર દેશમાં બિન રાજકીય આંદોલન થશે. દિલ્હીમાં એક એક ખિલી હટાવીને જઈશું. સરકાર કાયદાને પરત ખેંચે અને ટ્રેક્ટરવાળાને નોટિસ આપવાની હરકતો બંધ કરે.