નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ લાલ કિલા પહોંચી ગયા છે. આઇટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો લાલ કિલા સુધી પહોંચ્યા અને તિરંગા પાસે પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.

દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે. આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે. આ ઉપરાંત ITO પાસે એક DTC બસને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું.


ગણતંત્ર પર્વના અવસરે એક બાજુ રાજપથ પર પરેડ થઈ જ્યારે બીજી બાજુ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પણ શરૂ થઈ હતી.  રેલી દરમિયાન અનેક ખેડૂતોએ બેરિકેડિંગ તોડીને દિલ્હીમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો. સિંઘુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. આટલું જ નહીં પોલીસે ખેડૂત પર લાઠીચાર્જ કર્યાના અહેવાલ પણ છે. ખેડૂતો  વોટર કેનનની ગાડી પર ચડી ગયા. દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે. આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવા ના પણ અહેવાલ છે. આ ઉપરાંત ITO પાસે એક DTC બસને પલટી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.